આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭

દીકરો


કાંઈ શ્રેષ્ઠ જ્ઞાન હતું તે પોતાના વિદ્યાર્થીઓને અર્પી દીધું હતું : દેતા હોય તેવા ભાવથી નહિ, પણ સહકારની–પરસ્પર વિનિમયની લાગણીથી, જ્યાં જ્યાં એ ગયા ત્યાં ત્યાં એ વિદ્યાર્થીઓની સ્નેહમૂર્તિ સમા હતા. પોતે શિખવતા તે વિષય પર વિઘાર્થીને બુદ્ધિપૂર્વકનો તલસ્પર્શ દેખે ત્યાં સુધી વિદ્યાર્થી કેટલું યાદ રાખી શકે છે તેની એમણે કદી ખેવના કરી નથી. એમણે કદી શીખવ્યું નથી, માત્ર સહુને પોતાની રીતે શીખવામાં સહાય જ કરી છે. આ બધું એમને માટે સહજ હતું, કેમકે અંગ્રેજી ભાષાનો એક શબ્દ પણ પોતે ન જાણતા હોવાથી, શિક્ષણનું શાસ્ત્ર કે શિક્ષણની કલા-બેમાંથી કશું યે બનાવટી ભણતર પોતે ભણ્યા નહોતા.'

આવા પિતા પ્રત્યેનો સ્નેહ લાલાજીની ૧૯૦૭ની પહેલી જેલજાત્રા વખતે કેવું વીરોચિત-સ્વરૂપ ધારણ કરી શક્યો હતો તે એમના બીજા પુસ્તક (મારી હદપારીની કથા)માંથી જડી આવે છે : ઈ. સ. ૧૯૦૭ના મે મહિનાની ૯મી તારીખ, એટલે લાજપતરાયની બેતાલીસ વર્ષની ઉમ્મર : એટલે પિતાનો પૂરેપૂરો બુઢાપો અને માતાનો વિદેહ : પોતાની પૈસેટકે છલોછલ જાહોજલાલી અને બહોળું કુટુંબ : લખે છે કે 'મારે મારા પિતાને આ વિપત્તિ માટે તૈયાર કરવાના હતા. મારી પત્ની, મારી તાજેતર રંડાયેલી પુત્રી અને મારો સહુથી નાનો દીકરો: એ ત્રણે તો