આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૫૮


લુધીઆને મોસાળમાં ગયાં હતાં, એટલે મને સંતોષ હતો કે મારી ગિરફ્તારીને સમયે કૌટુંબિક પ્રેમનું કશું નાટક નહિ ભજવાય. પરંતુ સહુથી વધુ વ્યથા મને મારા બુઢ્ઢા બાપુની હતી. મારૂં આખું જીવન મારા પ્રિતૃપ્રેમ તથા દેશપ્રત્યેના કર્તવ્યની લાગણી વચ્ચેના સતત સંગ્રામ સમું બની ગયું હતું. વારંવાર એમને ન રૂચે તેવાં, એમની મંજૂરી વિરૂદ્ધનાં જાહેર કાર્યો કરીકરીને મેં એમને નારાજ કર્યા હતા. તેમ છતાં યે એમની નારાજી મારી સાથે છુટા પડી જવા જેટલી હદે હજુ સુધી કદી પણ નહોતી ગઈ. ક્વચિત ક્વચિતની ઘડીભરની નારાજી અને નાપસંદગી છતાં પણ એ હમેશાં મારા રક્ષા–દેવ જ હતા, મારા આરોગ્યની ચિંતામાં ને ચિંતામાં એના વાળ અકાળે ધોળા બની ગયા હતા. મારી બિમારીમાં જે વખતે ઘરનાં બીજાં સર્વે એ મારી આશા છોડી દીધી હતી, તે વખતે પોતાની વૃદ્ધાવસ્થા છતાં પણ, મહિનાઓના મહિના સુધી, એક ઘડી પણ મારી પથારીથી અળગા થયા સિવાય એ પિતાએ મારી સારવાર કરી હતી, મારા પરનું આ આવેશભર્યું વાત્સલ્ય જ એની જીવનદોરી સમાન હતું, અને એ વાત્સલ્યે જ મારા પર મુખ્ય સંયમ જમાવીને, મને કુટુંબ-સ્નેહનાં બંધનો તોડી નાખી ત્યાગજીવનમાં જતો અટકાવી રાખ્યેા હતો. મારા હૃદયને આધ્યાત્મિક વલણ આપનાર પણ એમના જ ઉચ્ચ ચારિત્ર્યની તેમજ નીતિમય જીવનની અસર હતી. હું જુવાન બન્યો ત્યારથી હમેશાં મારી મુખ્ય કાળજી એમની નારાજીના