આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩

શિક્ષણમાં ક્રાંતિકાર


લાજપતરાય હતા. એમના મૃત્યુ પહેલાં બેજ દિવસ ઉપર એવું બન્યું કે પોતે કોલેજના કેટલાક કિશેાર વયના છોકરાઓને પ્રભાતમાં અતિ વહેલા સરઘસમાં નીકળતા જોયા. તુરતજ પોતે પ્રિન્સીપાલને લખ્યું કે 'આ અટકાવવું ઘટે, નહિ તો છોકરાઓની તંદુરસ્તી બગડશે.!' આટલી મમતાના ગર્ભમાં જે સ્વાર્પણ ઊભું હતું, તે સ્વાર્પણના સીંચનથી તે 'દયાનંદ એ. વે. કેાલેજ'ની અદર પદ્મની પાંખડીઓની પેઠે અન્ય અનેક કોલેજો ને શાળાએ ફુટી નીકળી. પોતે કહે છે કે સંજોગોનું પરિબળ વિચારતાં તો આ વિદ્યાલય એક અદ્દભૂત નવલકથા સમું દિસે છે. આટલું અસીમ મમત્વ છતાં, સંસ્થાની સાથે પોતાની તદ્રૂપતા છતાં, રાષ્ટ્રીય કેળવણીને નિષ્પક્ષપાતી મંથનકાર લાજપતરાય, પોતાની - The Problems of National Education in India - નામની ચોપડીમાં પોતાના જગતભરના શિક્ષણવિષયક અનુભવનું દોહન કરતાં છેક ઈ. સ. ૧૯૧૮ માં જતાં ઉચ્ચારે છે કે આ સંસ્થા પણ રાષ્ટ્રીય કેળવણીના કોયડાનો સાચો ઉકેલ નથી આણી શકી.