આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૭૬


લખ્યું : 'હું કયાં જાઉ છું તેની ખબર નથી. ક્યારે આવીશ તે પણ જાણતો નથી. તું આ એક કામ કરજે આ સાથે રૂ. ૩૫૦ની નોટો મોકલું છું. તે આપણા અસીલને પાછી દેજે અથવા એ કહે તેવી વ્યવસ્થા કરજે. બીજા થોડા મુકદ્દમાઓ ચલાવવાનું મેં અસીલોને વચન દીધું છે તે તેઓ કબૂલ થાય તો તું ચલાવજે. મોટાબાપુને હિમ્મત દેજે, એની આજ્ઞામાં રહેજે !'

કાગળ બીડી, પોલીસને આપી, પોતે પોલીસની ગાડીમાં બેઠા. ડેપ્યુટી કમિશનર પોતે જ મોટર હાંકતો હતો. ડે. પો. સુપ્રી. રીવોલ્વર લઈને બાજુમાં બેઠો હતો. પાછળની બેઠકમાં લાલાજીને પડખે ફોજદાર બેઠો હતો.

સ્વસ્થ લાલાજીએ તે વખતે ત્યાં ઊભેલા એકના એક દેશબાંધવને-પોલિસ ઈન્સપેકટરને સલામ કરી, આગળ વધ્યા પુલ ઓળંગતાં તો એણે એક મોટું સૈન્ય પોતાની તરફ આવતું દીઠું. યુરોપી અને દેશી : પેદલ અને ઘોડેસ્વાર: સાથે થોડું તોપખાનું ! આ બધું લાલાજી પર જાપ્તો રાખવા માટે! જોઈને કેદીના હૈયામાં હસવું આવ્યું, પરંતુ હાસ્ય એણે રોકી લીધું. * * * * કોટડીમાં પુરાઈ ગયા.

સંપૂર્ણ સ્વાસ્થ્ય સાચવ્યું : કશી જીકર, પૂછપરછ, ઉગ્રતા અથવા દહેશત નહિ, એકે રેખામાં કે રૂંવાડામાં પણ ઉશ્કે રાટ નહિ. જાતે વૈશ્ય: ધર્મે મૂળેથી જૈનઃ શાણા ઠરેલા વૈશ્ય