આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૮૬



'ઠીક, પંજાબી રસોયો તને મળે તેવી ગોઠવણ કરીશું.'

'મારે માટે નક્કી કરેલ ભથ્થું જો મને જ આપો તો હું જ બધી વ્યવસ્થા કરીશ. હિસાબ પણ હું રાખીશ.'

'ભલે, જોઈશું.'

એ પ્રસંગ પૂરો થયો, તે પછી કદી પણ એમની સૂચવેલી ગોઠવણ કરવામાં આવી જ નહોતી. એક તો શરીર રોગીઅલ હતું જ, તેમાં ખરાબ ખેારાકે, બફારાએ અને બેઠાડુ દશાએ ઉમેરો કર્યો. ઝાડા થયા, ઉજાગરા થયા, અનેક વ્યાધિઓ કેદીને સતાવવા લાગ્યા.

એવો હુકમ થયો કે સવારસાંજ કેદીએ ચોકીપહેરા નીચે નજીક ફરવા જવું, પરંતુ એના પહેરગીર સાર્જન્ટોને આ વાત અકારી થઇ પડી. રાતે તેઓને જાગવું પડતું હોવાથી સવારમાં વહેલા ઊઠવા તેઓ રાજી નહોતા. અને કેદીની સાથે ભરેલી રીવોલ્વર, તલવાર તથા ચોવીસ કારતુસોનો બેાજાદાર પટ્ટો પહેરીને ફરવામાં તેઓને અગવડ પડતી. સાંજે ગોધૂલિ પહેલાં તો એ લોકો કેદીને પાછા વળવાની ફરજ પાડતા, માંડલેની ગરમીમાં વહેલા ફરવા નીકળવું કેદીને પાલવે તેમ નહોતું.

તેમાં ભળ્યો નવો સંતાપ, કેદી ફરવા નીકળે ત્યારે અનેક દેશપ્રેમી નરનારીએ રસ્તામાં એને સલામ કરવા લાગ્યા. ગેર પહેરગીર સાર્જન્ટેને લાગ્યું કે આ સલામવિધિમાં કોઈ ગુપ્ત સંકેતો ચાલી રહ્યા છે. એટલે