આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧

અસહકારને ઊંબરે



કરતાં કમ નથી. આપણે શામાં ઉતરતા છીએ ? ઐક્ય સાધવાની શકિતમાં, અર્વાચીન સાધનોને અનુકૂળ થવાની સમાધાનવૃત્તિમાં, અને વર્તમાન રાજનીતિના કૌટિલ્યમાં.'


અસહકારને ઊંબરે

વીરાંગના વીરને શોધે એમ ગિરફતારી હજુ પણ લાલાજીની શોધે ચડી હતી. અને આ વખતે તો બે જ વરસોને ટૂંકે ગાળે એણે એ વીરને પકડી પાડ્યા.

૧૯૨૨ના ડીસેમ્બર માસની ૩ જી તારીખ હતી. નાગપૂરની મહાસભામાં અસહકાર મંજૂર થઈ ગયો હતો. જેલોમાં હિન્દી નૌજવાનો અને નેતાઓ કીડાની માફક ખદબદતા હતા. પંજાબમાં સભાબંધીનો કાનૂન ચાલતો હતો. લાહોરમાં મહાસભાની સમિતિ બંધબારણે બેઠી હતી. ચાલીસ સભ્યો સિવાય કોઈને પણ–પટાવાળા કે કારકુન સુદ્ધાંને પણ લાલાજીએ હાજર રહેવા દીધા નહોતા. એ રીતે આ સભા સાર્વજનિક સભાબંધીના કાનૂનની ચુંગાલમાં કોઈપણ ન્યાયે આવી શકે તેવું નહોતું, લાલાજી નિશ્ચિંત હતા.