આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાલ્યાવસ્થા

૧૦



દોઢસો હથિયારબંધ સિપાહીઓને લઈ ગોરા પોલીસ ઉપરીએ સંગ્રામસિંહના રહેઠાણને ઘેરી લીધું. સાહેબ પોતે બે અર્દલીને સાથે રાખી, ધીમે પગલે આગળ વધ્યા જાય છે. કાળું ઘોર અંધારું છે. એકાએક બે આદમી આવી ચડે છે, છલંગ મારીને બે અર્દલીને બથમાં ઝકડી લે છે, ત્રીજો નીકળ્યો તે સાહેબ બહાદુરને ઘોડા પરથી નીચે પટકી છાતી પર ચડી બેસી તમંચો બતાવી બેાલે છે કે 'અાટલી વાર છે. કાઢ પૈસા !'

સાહેબે પોતાનું સોનાનું ઘડિયાળ, અછોડો, નોટ, રૂપિયા વગેરે બધો માલ બહારવટિયાને સુપરદ કર્યો. બહારવટિયો ઊભો થયો. સાહેબને સલામ કરી અને કહ્યું, 'સંગ્રામસિંહને પકડવા માટે આવી ગફલતથી હવે ન આવતા હો કે સાહેબ !'

ઊઠીને ગોરા સાહેબે તો ઘોડાને એવો દોટાવી મૂક્યો કે વહેલો આવે પોતાનો બંગલો !

પછી તો કાશીનગરી ઉપર બહારવટિયાના હુમલા થવા લાગ્યા. એમાં અાલમસિંહ નામના રજપૂત કોટવાલે બડાઈ મારી કે 'અરે ભાર શા છે સંગ્રામસિંહના ! એક મહિનામાં તો બેટાને પકડીને માજીસ્ટ્રેટ પાસે હાજર કરીશ.' ચાર પાંચ દિવસે આલમસિંહ પર જાસાચિઠ્ઠી આવી પહોંચી, લખ્યું હતું કે 'હવે તો અમારા ધામા કાશીનગરીમાં જ નખાઈ ગયા