આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧

યૌવનના તડકાછાંયા


પાછળ આવીને અધમ વાતો કહેતો ચાલ્યો ત્યારે મારા કાન ખડા થઈ ગયા. પાછા ફરીને મેં એના મોં પર એક એવી થપ્પડ ધરી દીલી કે એ તમર ખાઈ ગયો. એ ફરી ધસ્યો એટલે મેં એને ધક્કો મારી પથ્થરની ફરસ (ફુટપાથ) પર પટક્યો. બીજા બધા બદમાશો સ્તબધ બનીને બેઠા રહ્યા. તે દિવસથી કોઈ મારી સામે ઊંચી આંખે જોતા જ નહોતા.

બનારસના પતિત આચારનો બીજો પ્રસંગ પણ મેં અનુભવી લીધો. ઉનાળામાં કોલેજ દૂર હોવાથી હું ટપ્પો કરીને જ જતો. બીજી નિશાળોમાં સવારનો સમય થઈ ગયો હતો, પરંતુ અમારી કોલેજની બારીએ બારીએ તો વાળાની ટટ્ટી બંધાતી ને પાણી છંટાતાં, વળી પ્રોફેસર સાહેબો તો પાલખીમાં ચડીને પધારતા, એટલે પસીને પલળતા અને કાળે ઉનાળે પોણા ગાઉનો પંથ કાપતા ગરીબ વિદ્યાર્થીની સગવડ કોણ વિચારે ? પ્રોફેસર સાહેબોને તો વર્ગમાં બેસીને પણ નિદ્રાની લહેરો ખાવાની છૂટ હતી ! એક દિવસ હું ચાલ્યો જાઉં છું ત્યાં એક વિદ્યાર્થીની પાછળ પાંચ છ ગુંડાને જોયા. ટપ્પો દોડાવીને મેં એ બિચારાને સાથે લઈ લીધો. ગુંડા લાઈલાજ બની રહ્યા. પછી તો રોજ હું એ બાળકને મારી સાથે જ લાવતો ને લઈ જતો. મેં એને કસરત શીખવી. એનું શરીર બલવાન થયું ને એની લજ્જા પણ ઊડી પરંતુ રજાના દિવસમાં હું બલિયા ચાલ્યો ગયો એટલે પાછળથી એક વેદપાઠી પંડિતે જ ગુંડાઓ