આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૩૦


બચાવેલી અબળા એ ગ્રેજયુએટની પત્ની હતી. હું નામ નથી આપતો. મને પાછળથી પતો લાગ્યો કે પતિરાજ વકીલાતની પરીક્ષાને માટે તૈયારી કરવામાં મશગૂલ હતા અને આ ભોજાઈ પોતાના દિયરને પુત્રપ્રાપ્તિ કરાવવાની ઉમેદથી કાળા બપોરે મીઠાઈના થાળ સાથે પોતાની ભોળી દેરાણીને યોગીરાજ પાસે મોકલી પોતે બહાર ઊભી હતી ! યુવતીનાં વસ્ત્રો ચીરાઈને ઊડી ગયાં હતાં, અંગે ઉઝરડામાંથી લોહી ટપકતું હતું, ને એ થરથરતી હતી. મેં બનાત ઓઢી હતી તે વતી એ અબળાનો દેહ ઢાંકી હું એને ઘેર પહોંચાડી આવ્યો. એ નગ્ન પિશાચ પર લોકોના જૂતા વરસ્યા. નાક ધરતી પર ઘસીને એણે કરગરી ફરીવાર કાશીમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞા લીધી. લોકોએ એને છોડી મૂક્યો. પરંતુ હિન્દુ સમાજની અંધશ્રદ્ધા પર કેટલાં અાંસુ વહાવું ! ઈ. સ. ૧૮૮૧માં એજ નરપિશાચ ગંગાના ઘાટને રસ્તે બેઠેલો, અને સ્ત્રીપુરુષો એની ગુહ્ય ઈન્દ્રિય પર પુષ્પ ને પાણી ચડાવી રહ્યાં હતાં ! મેં જમાદારને પૂછયું કે 'આ શું ?' જવાબ મળ્યો 'અરે ભાઈ, શું કરવું ! ધરમની વાત ઠરી ખરી ને !'

પ્રિયા ! કે ધર્મભગિની !

પરંતુ મારૂં પતન ક્યાં ઉતરે તેવું હતું ! એક અબળાને ઉગારવાનું વીરત્વ તો આત્માને ઊંચે લઈ જનારૂં લેખાય. પરંતુ મારી નાસ્તિકતાએ અને જૂની અંગ્રેજી નવલકથાઓમાં વર્ણવાયેલ વિચિત્ર આચાર-નિયમોએ મારા મનની ગતિ