આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વકીલાતની ગાડી

વકીલાતની ગાડી ખેંચવામાં વકીલ ઘોડાને સ્થાને છે: પરંતુ પૈડા વિના ઘોડાનું જોર શા ખપનું? ટાપટીપ રૂપી પૈડાં જોઈએ. વકીલ ચાહે તેવો ઉત્તમ વક્તા હોય, કે તિવ્ર દૃષ્ટિવાળો હોય, પણ જો એની બેઠક શણગારેલી ન હોય અને એના કબાટમાં પુસ્તકો ભર્યા ન હોય, (પછી ભલેને પુસ્તકો કાયદાનાં હો કે નવલકથાનાં) જો કચેરીમાં એ ગાડીમાં બેસીને જવાને બદલે ખાસડાં ઘસડતો જતો હોય; અને જો એનો પોશાક ભડકામણો ન હોય તો કોઈ અસીલ એની પાસે નહિ ડોકાય ! મારે તો આમાંનો કશો ઠાઠ નવેા નીપજાવવાનો નહોતો. મારા પિતાજીની પાસે ઘોડાગાડી હતી. ખુરશીઓ પણ હતી, અને કાયદાનાં પુસ્તકોને બદલે સાહિત્ય, ઇતિહાસ વગેરે ગ્રંથો તો ભરપૂર હતા. સાથે યજુર્વેદ ઋગવેદનાં ભાષાન્તરો પણ મળી ગયાં. બસ ! કબાટ શોભી ઊઠ્યા ! મારો મુન્શી મારી ગેરહાજરીમાં સહુને કહેતો કે 'મુન્શીરામજી મોટા વકીલ છે, કેમકે આવું પુસ્તકાલય તો ફક્ત બે જ વકીલોને ઘેર છે !'

હવે વકીલાત રૂપી ગાડીમાં કોચવાન પણ જોઈએ ને ! એ કોચવાન એટલે વકીલોના મુન્શીઓ ! મારા મુન્શીનું એક દૃષ્ટાંત આપું : હું જ્યારે લાહોર વકીલાતનો અભ્યાસ