આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાયુ માં ઊર્મિવાળી ગતિ ઉત્પન્ન થાય છે એમ પાશ્ચાત્ય પદાર્થ વિજ્ઞાનમાં કહે છે તે સુધારાવાળા તથા કાયદાવાળા ખરૂં માને છે અને તેથી જ સિદ્ધ થાય કે વેદમંત્રના ધ્વનિથી વાયુમાં એવી ઉર્મિઓ ઉત્પન્ન કરી તેના ધક્કાથી તપસ્વીઓ મૃત્યુને દૂર ને દૂર રાખી શકતા હતા. મંત્રના અર્થનું નહિ પણ શબ્દનું આ ફળ હતું (અને આવું ફળ તેમના જાણવામાં હતું એમ ઋગ્વેદસંહિતા થી જણાય છે). તેથી જ અર્થ સમજ્યા વિના મંત્રોચ્ચાર કરવાની ઋષિઓએ આજ્ઞા કરી છે. અર્થજ્ઞાનની આવશ્યક્તા વિશે સુધારાવળાઓ જે પ્રમાણ દર્શાવે છે તે માત્ર તેમણૅ પોતે ઊભા કરેલા અને કલ્પિત છે. મંત્રોચ્ચરથી મૃત્યુને દૂર હઠાવવાની આ શક્તિ મેં પણ પ્રાપ્ત કરી છે અને મૃત્યુને વધારે ભયનું કારણ હોઇ શકતું નથી, તેથી હવે સમસ્ત આર્યપક્ષ મૃત્યુના ભયથી તથા પ્રત્યેક પ્રકારના દુ:ખ અને આપત્તિના ભયથી વિમુક્ત છે. કોઇ ભયકારણ તેમનો સ્પર્શ કરી શકશે જ નહિ.'

મ્રુત્યુંજય પુરુષની નિકટ અહોરાત્ર રહેનારો હું અમર થઈ ગયો હતો એ તો મારી ખાતરી હતી પણ બીજાં બધાં ભયકારણ દૂર ગયેલાં છતાં મેજિસ્ટ્રેટ શિક્ષા કરશે એવી સહેજસાજ ભીતિ મને રહેલી હતી. આ ભીતિ આર્યોચિત શ્રદ્ધાથી વિરોધી હતી માટે ભદ્ર્ંભદ્ર્ને મેં તે વિશે ખબર પડવા દિધી નહોતી. અંદરખાને તેમને પણ મારા સરખી ભીતિ હોય એમ મારી ઇચ્છા હતી તે ફલીભૂત થવાથી અથવા બીજા કોઇ કારણથી તેમણે હાલ તેમણે સાર્વજનિક કામોમાં ન પડતાં શાંત રહેવાનીમિત્રની સૂચના કબૂલ રાખી. ભદ્રંભદ્ર શાંત થવાથી આખી દુનિયા શાંત થશે અને તેથી માજિસ્ટ્રે ટ વાજબી તુલનાથી ન્યાસય કરી અમને છોડી મૂકી શકશે. એમ કેટલાકની દલીલ હતી અને ભદ્રંભદ્ર ભાષણો કરી વાગ્યુાધ્ધે કરવા બહાર પડશે તો એવા ઝઘડા કરનાર માણસ મિજાજ ખોઇ મારામારીમાં ઉતરી પડે એ માજિસ્ટ્રે ટ સંભવિત માનશે એમ કેટલાકની દલીલ હતી. પરંતુ એ સર્વમાં ભીતિ અન્તિર્ભૂત રહેલી હતી તેથી શાંત રહેવાના આવાં કારણ ભદ્રંભદ્ર સ્પતષ્ટપ રીતે કબૂલ કરતા નહોતા.

ભાષણયાત્રા બંધ થવાથી વખત કહાડવો અઘરો થઇ પડયો. નિત્યા ભદ્રંભદ્રના વકતૃત્વહ પ્રયોગથી આવેશપૂર્ણ થઇ પૂર્ણાયમાન બનવાની ટેવ હોવાથી હવે એ શ્રવણનો પ્રસંગ બંધ થઇ જતાં મારી આ દશા એવી થઇ કે, ભદ્રંભદ્ર કલ્પેીલા સામ્ય પ્રમાણે, લગ્નત તથા મરણને નિમિત્તે દિનપ્રતિદિન પરાન્નર જમનારને સિંહસ્થક સૂર્યના વર્ષમાં તેમાં વળી લોકોની તંદુરસ્તીર અતિશય સારી હોતાં ઉભય નિમિત્તના ભોજન પ્રસંગ બંધ થઇ જવાથી પોતાને ઘેર પોતાને ખર્ચે ઉદર ભરવાનો સમય આવ્યોસ હોય ત્યાતરે જ મારી અન્તભર્વેદના સમજી શકનાર માણસ મળે. ભાષણશ્રવણની સાથે વળી સુખ-દુખના અને સાહસપરાક્રમના અનેક પ્રસંગો આવતા હતા તે પણ બંધ થઇ ગયા. એ પ્રસંગોમાં કદી કદી ભદ્રંભદ્રને થતી શરીરપીડાથી મનોરંજન થતું હતું એમ કહેનારો મારો આર્યપક્ષવિરોધી હેતુ નથી; એવી સંકડામણની વેળાએ પણ તેમની પાસે રહી તેમને દુઃખ વેઠતા જોયાથી એક પ્રકારનો સંતોષ થતો હતો, અને ‘પ્રહારો પડતાં છતાં મારું શરીર ભગ્નમ થતું નથી, તે સંજ્ઞારૂપે સૂચવે છે કે સુધારાવાળાના આઘાત થતાં છતાં આર્યપક્ષ અખંડિત રહેશે’ એમ દરેક વિપત્તિને અંતે કહેતા તેમને સ્વકસ્થળતા હતી અને