આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨૨૧૨૧૨


પદ ૧૩૫ રાગ પરજ.

ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ - ઘડપણ. - ટેક.

ઉંમરા તો ડુંગરા થયારે, પાદર થયાં પરદેશ,
ગોળી તો ગંગા થઈ રે, અંગે ઉજળા થયાછે કેશ.— ઘડપણ. ૧.

નહોતું જોઇતું તે શીદ આવિયુંરે, નહોતી જોઈ તારી વાટ,
ઘરમાંથી હળવા થયારે, એની ખૂણે ઢળાવોને એની ખાટ.— ઘડપણ. ૨.

નાનપણે ભાવે લાડવારે, ઘડપણે ભાવે શેવ,
રોજને રોજ જોઈએ રાબડીરે, એવી બળીરે ઘડપણની ટેવ.— ઘડપણ. ૩.

પ્રાતકાળે પ્રાણ માહરારે, અન્ન વિના અકળાય;
ઘરના કહેછે મરતો નથી રે, તને બેસી રહેતા શું થાય.— ઘડપણ. ૪.

દીકરા તો જૂજવા થયારે, વહુઓ દેછે ગાળ,
દિકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શારે હાલ.— ઘડપણ. ૫.

નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ,
બૈરાંછોકરાં ફટ ફટ કરે રે, નાનાં મોટા મળી દે છે ગાળ.— ઘડપણ. ૬.