આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
લોખંડી ગુરુભાઈ.

નથી. પરંતુ મારો એક ન્હાનો ભાઈ છે તેનાં લગ્ન હજી હવે થવાનાં છે. એટલે એની સાથે ચોકઠું બેસતુ હોય તો તેમ કરવાનો વિચાર છે. હાલમાં મારો ભાઈ કાશીએ વિદ્યા પ્રાપ્તિ માટે ગયો છે. જો રામબાઈ એ વાતને કબુલ રાખે એમ હોય તો મારે ના નથી."

ગોર મહારાજ તરતજ બોલી ઉઠયા “ભલે, હું રામબાઈને મળી વાત નક્કી કરીશ અને તે જેવો જવાબ આપે તેની આપને ખબર આપીશ. એમ કહી ગોરમહારાજ તો ખુશ થતા થતા રામબાઈને ઘેર ગયા. રામબાઈ તે વખતે પોતાના ધણીને છેલ્લો જોડો મારવાની તૈયારીમાં હતી, તેણે હાથ ઊંચા કર્યો એવામાં તો ગોરમહારાજ “હાં, હાં ” કરતા ઘરમાં પેઠા, પણ રામબાઈ ગોરમહારાજના પહોંચવાથી દબાઈ જાય તેવી ન હતી. તેણે તો તરતજ દસમો જોડો ધણીને “તડાક” કરીને ફટકારી કાઢ્યો. પોતાના નિત્યકર્મથી પરવાર્યા પછી ગોરમહારાજને ત્યાં આવવાનું પ્રયોજન પૂછયું. ગોરે બધી વાત તેને કહી સંભળાવી. રામબાઈ તેથી બહુજ ખુશ થઈ ગઈ અને બીરબલ જેવા વિખ્યાત અને જ્ઞાની પુરૂષના ભાઈને પોતાની દીકરી પરણાવવા તેણે પોતાની ખુશી દેખાડી કબુલાત આપી. ગોરમહારાજે બીજે દિવસે બીરબલને તે વાત કહી અને વિવાહ નકકી કર્યો.

બીરબલનો કોઈ ભાઈ ન હતો એટલે તેણે પોતાની જ્ઞાતિના જ કોઈ માતા પિતા વગરના છોકરાને શોધવા માંડ્યો. પરિણામે બે ત્રણ દિવસ થયાંજ દિલ્હીમાં આવી રહેલો આશરે વીસ વર્ષની ઉમ્મરનો એક તરૂણ તેને