આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
કીર્તિને કાળ નવખાય.

કવિત.

રાત સમય રસ કેલી કિયો,
આલી ભોર ભયે ઉઠ મંજન ધાઈ;
નીરકે છીરમેં દે ડુબકી,
જમુના જલ જેસે ચંદ્રકી છાંઈ;
લે ડુબકી જલસે જબ ઉભરી,
ઉલઝી અલકેં મુખ ઉપર આંઇ;
દોઉ કર કેસ સંવાર લીયો,
નિકસો રવિ ફોડ પહાડકી તાંઈ.

આ બરાબર બંધબેસ્તુ કવિત સાંભળી બીરબલને સરસ્વતીએ વરદાન આપેલુજ હોવું જોઇએ, તે વગર આવું કવિત બનાવવું અશક્ય છે. એવી બાદશાહને સંપૂર્ણ ખાત્રી થઈ ગઈ.

વાર્તા ૪૦.

કીર્તિને કાળ નવ ખાય.

એક પ્રસંગે દરબાર ભરાયો હતો. અમીર અને અન્ય દરબારી સૌ કોઈ પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા હતા. એવામાં એક કવિએ આવી કહ્યું :-

દોહરો

કહા ન અબલા કર સકે, કહા ન સિંધુ સમાય;
કહા ને પાવકમેં જલે, કહા કાલ નવ ખાય?

આ સાંભળી બધા વિચારમાં પડી ગયા, એટલામાં બીરબલ બોલી ઉઠ્યો:–