તો પોતાની સાથે એક રાંડ અને એક ભડવાને પણ તેડી આવ્યો છે."
બાદશાહ અને બેગમ એ વિનોદથી બહુજ ખુશી થયાં.
વાર્તા ૫૩.
હા, મહેરબાન !
એક દિવસે બાદશાહે કહ્યું “બીરબલ ! જેના નામની સાથે બાન લગાડવામાં આવે છે તે માણસ બહુજ લુચ્ચો હોય છે. જેમકે ગાડીબાન, દરબાન, ફીલબાન વગેરે.”
બીરબલ તરતજ હાથ જોડી બોલી ઉઠયો “ હા, મહેરબાન !”
બીરબલે પોતાને પણ લુચ્ચો બનાવેલો જાણી બાદ શાહ ચુપ થઈ ગયો.
વાર્તા ૫૪.
કુરઆનની મીંડા વિનાની ટીકા.
શેખ ફયઝી ઘણોજ વિદ્વાન મંત્રી હતો. તેણે કુરઆનની
“ સબાતહુલ ઈલહામ ” નામથી એવી ટીકા બનાવી
જેમાં નુક્તા (મીંડા) વાળો કોઈ પણ અક્ષર ન હતો. આ
કાર્ય ઘણું જ કઠિન છે. અને ફયઝી શિવાય કોઈ અન્ય
વિદ્વાન આજસુધી એવા પ્રકારની ટીકાનું પુસ્તક રચી શક્યો
નથી; કેમકે ફારસી અને અરબીમાં નુકતાવાળા અક્ષર ૧૮ છે
અને નુકતા વગરના ૧૫ અક્ષર છે. આમ હોવા છતાં
“બિસ્મિલ્લાહ” લખવા માટે મુંઝવણ પડી, કેમકે પુસ્તકના
આરંભમાં એ તો લખવી જ પડે. બહુજ વિચાર કર્યા છતાં