આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫
પાનમાં પાન કયું મોટું

વિયોગને લીધે સ્હેજે રડવું આવી જ જાય છે.”

એ ચાતુર્યપૂર્ણ પ્રત્યુત્તર સાંભળી બાદશાહ અત્યંત ખુશ થયો અને બીરબલને ભારે ઈનામ આપ્યું."* [૧]

વાર્તા ૬૧

પાનમાં પાન કયું મોટું ?

એક પ્રસંગે બાદશાહે દરબારીને પૂછ્યું કે “પાનમાં પાન કયું મોટું?” કોઈએ કહ્યું “કેળનું” તો કોઈએ જવાબ આપ્યો કે “સાગનું” અને વળી કોઈએ કમળનું પાદડું સૌથી મોટું બતાવ્યું. પરંતુ બાદશાહે કોઈની પણ વાત માન્ય ન રાખતાં બીરબલને પૂછ્યું. બીરબલ ઝટ બોલી ઉઠ્યો "હઝૂર ! સૌથી મોટું પાન નાગરવેલનું છે. કારણ કે, તે આપ નામદાર જેવાના મુખ સુધી પહોંચી શકે છે. બીજાં પાન આકારમાં મોટાં છે, પણ અધિકારમાં એકે આની મોટાઈને ન પહોંચી શકે.”

આ જવાબ સાંભળી બાદશાહ બહુજ ખુશી થયો.


  1. * આ વાર્તામાં બાદશાહને એક મૂર્ખ તરીકે ચીતર્યો છે, એટલે આ બનાવ આવા સ્વરૂપમાંજ બનવા પામ્યો હશે કે કેમ, એ એક સવાલ છે. એવી ઘણી વાર્તાઓ આ પુસ્તકમાં જોવામાં આવશે, એ ઉપરથી એવું અનુમાન થાય છે કે એ વાર્તાઓ પાછળથી લોકોએ ઘડી કાઢી ઉમેરી દીધી છે. ગમે તેમ હોય, પરંતુ આપણે તો બીરબલના બુદ્ધિ ચાતુર્યનો પરિચય કરવા માગીએ છીએ એટલે આવી વાર્તાઓમાં પણ આપણી ઇચ્છા પાર પાડી શકાય એમ છે. છતાં આવી વાર્તાઓ ઉપરથી બાદશાહને એ મૂર્ખ અથવા તરંગી ન ધારી લેવો.