આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
બીરબલ વિનોદ.

બખ્તરની પરિક્ષા. લુહારાના તો હાંજાજ ગગડી ગયા, અને કંપવા લાગ્યો. મહેનત અકારત ગઈ તેની ફિકર ન કરતાં હવે મોતના મુખમાંથી કેવા પ્રકારે છટકવું એ વિચારમાં તે પડ્યો. ઘેર જતાં રસ્તામાં બીરબલનું મકાન આવ્યું. તેણે બીરરબલ આગળ હાઝર થઈ, બધી વાર્તા કહી સંભળાવી. અને એ અણધારી આફતમાંથી બચવાનો માર્ગ બતાવવા અરઝકરી.

બીરબલે પેલા લુહારની દયાજનક કથા સાંભળીને કહ્યું "બીજું બખ્તર બનાવી તારા શરિરપર ધારણ કરી દરબારમાં આવજે અને જ્યારે બાદશાહ પરિક્ષા લેવા માટે માગે ત્યારે કહે જે કે હુઝૂર ! બખ્તરની પરિક્ષા ઝમીન પર રાખીને નથી લેવાતી, બલ્કે શરિર પર લેવાય છે. માટે હું પહેરીને ઉભો છું, આપ જોઈએ તેટલી ગોળીઓનો પ્રહાર કરી પરિક્ષા કરી જુઓ એટલે તે શરિરનું કેવું સારી રીતે રક્ષણ કરે છે, એ તરત જણાઈ આવશે. જો તું આ પ્રમાણે કરીશ તો તારૂં કામ સફળ થશે.”

બીરબલના કહેવા પ્રમાણે લુહાર બીજો બખ્તર બનાવી શરિરે પહેરી દરબારમાં હાઝર થયો અને જ્યારે બાદશાહે બખ્તર પરિક્ષા કરી જોવા માગ્યું એટલે પેલાએ બીરબલે સમજાવ્યા પ્રમાણે જવાબ આપ્યો.

બાદશાહ તરતજ સમજી ગયા કે, એ યુક્તિ કોઈ બીજાએ બતાવેલી છે, એટલે તેણે લુહારને તે બાબત પૂછી જોતાં જણાઈ આવ્યું કે, બીરબલનું જ એ કારસ્થાન છે. શાહ એ જાણી ખુશ થયો અને લુહારને ઈનામ આપી વિદાય કર્યો.