આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
બીરબલ વિનોદ.

ત્યારે નાક સાફ કરી કરીને મ્હારા હાથ દુઃખી આવે છે. તો પછી આપના માત્ર બેજ હાથ અને હઝાર માથા ઉપર હઝાર નાક એટલે આપને સલેખમ થતાં આપની શી વલે થતી હશે અને કેવું દુઃખ ભોગવવું પડતું હશે ? એમ જાણી હું દિલગીર થયો.”

બીરબલની આ વિચિત્ર હાઝરજવાબી જોઇ દેવી તેને આશિર્વાદ આપી અલોપ થઈ ગઈ.






વાર્તા ૯૩.

હાથી કે ગવૈયો?!

એક સમયે બાદશાહે લાડ અને કપુર નામના પ્રખ્યાત ગવૈયાઓના ગાયનથી બહુજ આનંદમાં આવી જઈ, વગર વિચાર્યે એ બીચારા ગરીબોને હાથી ઈનામમાં આપ્યો. બીચારા ગવૈયા ઈન્કાર ન કરી શક્યા અને હાથીને લઈ જઈ એક વર્ષ સુધી તો તેને ખવરાવી પીવરાવી રાખ્યો, પણ જ્યારે તેમની તીજોરીનું તળીયું દેખાયું, ત્યારે તેમને ભારે ફીકર પડી. તેમણે વિચાર કર્યો કે “જો એ બલાને થોડો વધુ વખત આપણે ત્યાં રાખીશું તો ઘસ્નાં છોકરાંને ઘંટી ચાટવાનો સમય આવશે.”પણ ત્યારે એનું કરવુંએ શું? એતો ન વહેચી શકાય કે ન વેચી શકાય તેમ જ રાખી પણ ન શકાય. આખરે લાડે એક યુક્તિ શોધી કાઢી પોતાના ભાઈને કહ્યું “ભાઈ ! હાથીની ડોકમાં ઢોલ અને તંબુરો વગેરે લટકાવી, છુટો મૂકી દેવાથી આપણો એ બલામાંથી છુટકારો થશે.”

કપૂરને પણ એ યુકિત પસંદ પડતાં હાથીના ગળામાં