આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
બીરબલ વિનોદ.


કહ્યું “ જહાંપનાહ! ચાલો આપણે અને એ બાબતની તપાસ કરીયે.”

બન્ને જણ સૂવાના ઓરડામાં આવ્યા. બીરબલે બાદશાહને એક પડદા પાછળ ઉભો રાખી ધીમેથી રાણીને જગાડી. રાણીને સૂઈ રહેતાં વાર થઈ ન હતી, એટલે તે તરતજ ઝબકી ઉઠી. બીરબલે પેલા ખોજા પ્રત્યે ઈશારો કરી રાણીને પૂછ્યું “એ કોણ સૂતું છે ? ” રાણી બોલી “બીરબલ ! આ પ્રસંગે આપ આવી રીતે સૂવાના ઓરડામાં આવો એ તમને શરમ ભરેલું ગણાય. અને વળી ઉપરથી “આ કોણ સુતું છે?” એ સવાલ પણ ઠીક કર્યો છે !! બાદશાહ સલામતને માથે તમે લોકોએ એવો કામનો બોજો નાંખી દીધો છે કે, બીચારા આજે થાકી પાકીને કોણ જાણે ક્યારથીએ આવીને સૂઈ રહ્યા છે ! મ્હેં પણ તેમને જગાડવાનું યોગ્ય ન ગણ્યું અને છાનીમાની સૂઈ રહી. પણ હવે તમે કહો કે, અત્યારે તમને અહીં આવી આવો સવાલ કરવાની શી જરૂર પડી ? નહીં તો બાદશાહ સલામતને કહી તમને દંડ અપાવીશ.”

બીરબલે કહ્યું “ના ના, મ્હારા આવવાનું કારણ એટલુંજ માત્ર છે કે, એક અગત્યની બાબતનો મ્હારે અત્યારે ને આ પળેજ જહાંપનાહ પાસેથી ખુલાસો મેળવવાનો છે. અને તે બાબત ખાનગી હોવાથી આપ પાસેના દીવાનખાનામાં પધારો તો મહાકૃપા થશે.”

રાણી તરતજ બીજા ઓરડામાં ચાલી ગઈ. બીરબલે પેલા ખોજાના મોઢા ઉપરથી ચાદર ખેંચી લીધી, પણ તેતો ઘસઘસાટ ઉંઘતો હોવાથી જાગ્યો નહીં. એટલે બીરબલે તેને