આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
છતી આંખે આંધળા.


બીરબલે જવાબ આપ્યો કે “ખુદાવિંદ ! ! વિચાર કરી જોઈયે તો દેખતા કરતાં આંધળાઓની સંખ્યા અધિક જણાઈ આવશે.”

બાદશાહ બોલ્યા “એનો પ્રત્યક્ષ પુરાવો બતાવી શકીશ ? ”

બીરબલે કહ્યું “જી હા, નામદાર ! કાલે બતાવીશ.”

બીજે દિવસે બીરબલ વગર ભરેલો ખાટલો અને તેને ભરવાની દોરી લઈ બાદશાહ પાસે હાઝર થયો અને કહેવા લાગ્યો “ખુદાવિંદ ! આંધળાનો પુરાવો જોવો હોય તો ચાલો, મારી સાથે આવો.”

બાદશાહ તેની સાથે જવા તૈયાર થાયો એટલે બીરબલે એક કારકુનને પણ સાથે લીધો. આ બધો સરંજામ લઈ બીરબલ નદી કિનારે આવ્યો અને ત્યાં બેસી જઈ ખાટલો ભરવા લાગ્યો. તે જોઈ બાદશાહે આશ્ચર્ય પામીને પૂછ્યું “અરે, બીરબલ ! આ તે શું કરવા માંડ્યું ?”

બાદશાહનો આ સવાલ સાંભળી બીરબલે પેલા કારકુનને કહ્યું “ચાલો, આંધળાઓના લીસ્ટની બાદશાહ સલામતના નામથી જ શરૂઆત કરો.”

પેલા કારકુને બીરબલના કહેવાનુસાર કર્યું. થોડીવારમાંજ ત્યાં અમીર, ઉમરાવો, મોટા મોટા સરદારો, વહેપારીયો વગેરે આવવા લાગ્યા. એમાંના કેટલાક બીરબલને જોતાંજ બોલી ઉઠતા “ અરે, આ શું ધંધો કરે છે ?” જે કોઈ એ પ્રકારનો સવાલ કરતો તેનું નામ પેલો કારકુન આંધળા તરીકે લખી લેતો. અને જેમણે એવો સવાલ કર્યો કે “આજે તો કાંઈ ખાટલો વણાવા બેઠા છો ? ” તેમના નામ દેખતાની યાદીમાં દાખલ કરી લેતો. આ પ્રકાર