આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૧

કોણ હોય ? કોઇએ કોકાની સલાહ પ્રત્યે ધ્યાન આપ્યું નહિ. બીજે દિવસે બધાએ કૂચ કરી, પણ બીચારો કોકા હતાશ તેમજ લાચાર બની પાછળ પાછળ ચાલવા લાગ્યો. થોડે દૂર પહોંચતાં જ પઠાણો આવી લાગ્યા અને ચારે બાજુથી હુમ્લો કરવા લાગ્યા. બીચારો કોકા તેમનો મુકાબલો કરતો, તેમના તીરો સહન કરતો બીજાઓને બચાવતો આગળ વધ્યે જતો હતો. સાયંકાળના સમયે પઠાણોએ બહુજ ધસારાબંધ હુમલો કર્યો અને બાદશાહી લશ્કરમાં ખળભળાટ મચી ગયો, માર્ગ એટલો બધો સંકુચિત હતો કે બે સવારો સાથે ચાલી શક્તા નહીં. પઠાણો ચારે તરફથી તીર અને પત્થરો વરસાવતા હતા, હાથી, ઘોડા અને ઉંટ એક બીજા ઉપર પડતા હતા, અસંખ્ય મનુષ્યો માર્યા ગયા. ઝેનખાં લજ્જિત થઈ ઝેર ખાવા તૈયાર થઈ ગયો, પરંતુ ચાલીસ યોદ્ધઓ તેને સંભાળપૂર્વક સમરક્ષેત્રથી છેટે લઈ ગયા. માર્ગમાં હાથી, ઘોડા અને ઉંટ એટલા બધા પડ્યા હતા કે ઘોડા ઉપર જવું તેમને ભારે પડ્યું એટલે ઘોડાઓને ત્યાંજ પડતા મૂકી ઇચ્છિત સ્થાને પહોંચી ગયા. બીજા માણસો પણ જુદી જુદી બાજુએ ન્હાસી ગયા, જેમાંના કેટલાક તો સહીસલામત આવી મળ્યા અને બાકીના પઠાણોના હાથમાં કેદ પકડાયા, કીમ બુલફત્હ પણ મહા મહેનતે જીવનું જોખમ ખેડી નાસી આવ્યો; પરંતુ રાજા બીરબલનો ક્યાંય પત્તો ન લાગ્યો. એ લડાઈમાં ત્રણ હઝારથી અધિક માણસો માર્યા ગયા, જેમાં બીરબલ સીવાય સનખાં ન્ની, દાબેગ, રાજા ર્માંગદ, મુલ્લાં શેરી અને સંગ્રામખાં આદિ હતા.

શેબુલફઝલે કબરનામામાં બાદશાહના ગાદીએ બેઠા પછીના ત્રીસમા વર્ષનું વર્ણન કરતાં લખ્યું છે કે “ સ્વાદ પર્વતની લડાઈ શીઘ્ર સમાપ્ત કરવા માટે બાદશાહ એક સેના હંમેશાં કોઈ બાદશાહ પાસે રહેનાર વિશ્વાસુ માણસની સરદારી હેઠળ મોકલવાનો વિચાર કરતા હતા, ત્યારે મેં (બુલફઝલે) નિવેદન કર્યું કે “હું આપની પાસે રહેવા કરતાં કોઈ બીજી વાતને મારા માટે ઉત્તમ