આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫
બે પ્રશ્નોનોનો એકજ ઉત્તર.

વાર્તા ૧૧૭.

બે પ્રશ્નોનોનો એકજ ઉત્તર.

એક પ્રસંગે બાદશાહે બીરબલને કહ્યું કે “હું તને બે સવાલ કરું અને તેનો તું એકજ ઉત્તર આપે તો, મારી શાલ ઈનામમાં આપું. બીરબલે ‘હા’ પાડી એટલે બાદશાહે પૂછ્યું “(૧) ધન કેવી રીતે લુંટાયું? (૨) બળદ કેમ ઘાયલ થયો?”

બીરબલે કહ્યું “ હુઝૂર! જુવો એનું કારણ હોવું જોઈયે.”

બાદશાહે કબુલ કર્યું અને તેને શાલ ભેટ આપી.

વાર્તા ૧૧૮.

સંસારના મૂર્ખ.

એક દિવસ બાદશાહે બીરબલને પૂછ્યું “શું, દુનિયામાં ઘણા માણસો મૂર્ખ હશે ?!”

બીરબલે વિનોદી ઉત્તર આપતાં કહ્યું “ પૃથ્વિનાથ ! એ તો ખબર નથી, પરંતુ આપ એકલા હોવાના વિચારે અકળાશો મા, ઘણા નીકળી આવશે.”

આ ઉત્તર સાંભળી બાદશાહ ચુપ થઈ ગયો.

વાર્તા ૧૧૯.

માફૂલ, બહેન ફૂલ.

એક દિવસ બીરબલ એક જાટ સાથે મહેસુલ સંબંધી વાતો કરતો હતો અને વાત કરવામાં ઘડીએ ઘડીયે “માકૂલ (ઠીક) માકૂલ” કહેતો હતો.