આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
રામ નામને બદલે મ્હારું નામ લખો.

સંભળાવ્યું, એટલે આ લોકો પણ ઈનામની લાલચે આ સ્વાંગ ધારણ કરીને આવ્યા છે. પરંતુ, બીરબલે જે ઉત્તર આપ્યો હતો તેની મતલબજ જુદી હતી.”

બાદશાહને આવી રીતે ગુસ્સે થયેલો જોઈ બધા ગભરાયા અને છેવટે બાદશાહના અત્યંત કાલાવાલા કરી છુટકારો મેળવી શક્યા.

વાર્તા ૧૨૩.

રામ નામને બદલે મહારૂં નામ લખો.

એક પ્રસંગે બાદશાહે બીરબલને બોલાવી આજ્ઞા આપી કે “હિન્દુ લોકો પત્રને મથાળે ‘રામ’ નામ લખે છે, તે કાઢી નાંખી હવેથી મ્હારૂં નામ લખે એવો હુકમ બહાર પાડો.”

બીરબલે હાથ જોડીને અરઝ કરી “બહુ સારું હુઝૂર ! પરંતુ, એક સવાલ એ ઉભો થાય છે કે રામ નામ લેતાં પત્થરો પાણીમાં તરે છે, એટલે આપનું નામ લેતાંએ પત્થર પાણીમાં તરશે કે કેમ ?!”

બાદશાહ આ જવાબ સાંભળી નિરૂત્તર બની ગયો અને એ હઠ પડતી મૂકી.

વાર્તા ૧૨૪.

પનઘટની વાતો.

એક પ્રસંગે બારશાહ અને બીરબલ થોડાક સિપાહીયો સાથે લઈ શિકાર રમવા ગયા. જ્યારે શિકાર ખેલતાં ખેલતાં જંગલમાં ઘણે દૂર જઈ પહોંચ્યા, એટલે બાદશાહને