આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૪

વાળતો કે “ તે સંપૂર્ણ બંધનોમાંથી છૂટી જીવનમુક્ત થઈ ગયો હતો એટલે પછી એને અંતિમ સંસ્કારની કશિ પણ આવશ્યક્તા ન હતી, સૂર્યદેવનો તેજોમયી અગ્નિજ એને માટે બસ હતો.”

રાજાના મૃત્યુ પછી બાદશાહે ગુજરાતના સૂબા નવાબ ખાનખાનાને નામે એક ફરમાન મોકલાવ્યું હતું, જે અક્ષરસઃ અબુલફઝલની ‘મનશીયાત' માં નકલ કરવામાં આવ્યું છે. એ ફરમાન વાંચવાથી બાદશાહનો શોક અને વ્યાકુળતાનો સંપૂર્ણ પરિચય થઈ જાય છે, એટલે એ ફરમાનનો થોડોક ભાગ અમે અત્રે વાંચકો આગળ રજુ કરવાનું યોગ્ય ધારીએ છીયે--

એ દિવસો ઘણા જ આનંદ અને ઉલ્લાસના હતા જ્યારે ચારે બાજુએથી વિજયના જ સમાચાર મળતા હતા, પરંતુ દુર્ભાગ્યવક્ષ જે સેના સ્વાદ અને બાજોર સર કરવા મોકલવામાં આવી હતી તે કારાકુઈના સાંકડા ઘાટમાં કુસમયે ઘેરાઈ ગઈ. એ બને દેશો સંપૂર્ણ રીતે તાબે થઈ ચુક્યા હતા, પઠાણો પોતાનો જીવ બચાવવા પર્વતની ખીણમાં જઈ ભરાયા હતા. આપણા સરદારો વિજયપ્રપ્તિના આનંદમાં લૂટફાટ મચાવતા પાછા ફરતા હતા, એવામાં દૈવચક્ર ફર્યું. સદા સરખા દિવસો રહેતા નથી, ઉદય અસ્ત એકમેકની પાછળ રહેલાજ છે. થવાનું થઈને જ રહે છે, મોટા મોટા બુદ્ધિમાનોની અક્કલ બહેર મારી જાય છે. સેનાના મોટા મોટા બુદ્ધિમાન અધ્યક્ષો ચોકડી ભૂલી કુસમયમાં કૂચ કરવા લાગ્યા, સેનાની વ્યવ્સ્થા જળવાઈ નહીં, પઠાણો રસ્તો ભુલાવી દેતા, લોકો પહાડ પરથી ગબડી પડતા. એવા સમયે અમારી સભાના સુપ્રસિદ્ધ બહુ મુલ્ય રત્ન, અમારા દરબારના સ્થંભ, બુદ્ધિમાન મંત્રી રાજા બીરબલ કે જે પોતાને અમારી મિત્રતામાં હારી ચુક્યા હતા તે એકાએક આ અસાર સંસારનો ત્યાગ કરી ગયા. આ દુઃખથી અમારો આનંદ નાશ પામ્યો, હવે અમને સંસાર જનશૂન્ય દેખાય છે.

સેવક પોતાના સ્વામીના કાર્ય માટે પ્રાણ સુદ્ધાંનો ત્યાગ કરવાથીજ ઉચ્ચ પદ્વિ પ્રાપ્ત કરી શકે છે, બીરબલે પોતાનો પ્રાણ