આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
બીરબલ હંસે તો મેહ બરસે.

ખાઈ જાવ છો, એટલે ૫છી શું અમારા ફ્લાન પર બેસશો?

બાદશાહ આ ઉત્તર સાંભળી ચુપ થઈ ગયો અને બીરબલ પણ નિરૂત્તર બની ગયો.

(ફલાનને અર્થ યોનિ થાય છે તેમજ ફલાણો, પેલો વગેરે પણ થાય છે.)

વાર્તા ૧૫૦.
બીરબલ હંસે તો મેહ બરસે.

એક વેળા અકબરના રાજ્યમાં વરસાદ વરસ્યો નહીં અને પ્રજાને ઘણુંજ કષ્ટ વેઠવું પડ્યું. અન્ન ન મળવાથી લોકો ભૂખે મરવા લાગ્યા, એટલે બાદશાહે જ્યોતિષીઓને બોલાવી પૂછયું. જોશીઓએ કહ્યું “જો બીરબલ હંસે તો વરસાદ વરસે.” એ સાંભળી બાદશાહે અનેક પ્રકારની ઉપ- હાસ્યજન્ય વાતો કહી બીરબલને હંસાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બીરબલ ન હસ્યો. બાદશાહે ગુસ્સે થઈ તેને શહેરમાંથી કાઢી મૂક્યો. બીરબલ ચાલતાં ચાલતાં સંધ્યા થઈ જવાને કારણે, એક બુરજ ઉપર જઇને બેઠો. દૈવસંયોગે એક કુંભાર પોતાનો ગધેડો શોધવા નીકળ્યો હતો, તે પણ સ્હાંજ પડી જતાં એ બુરજ ઉપર આવી એક ખૂણામાં જઈ બેઠો. થોડીવાર પછી એક શેરડીવાળો શેરડીનો ભારો લઈ ત્યાંજ આવી લાગ્યો અને એક ખૂણામાં તે ભારી મૂકીને બેઠો. એવામાં એક આંધળો અને આંધળી પણ ત્યાં આવી પહોંચ્યા. રાત્રે આંધળાને કામદેવે સતાવવા માંડ્યો એટલે તે આંધળી જોડે સંભોગ કરવા લાગ્યો. આંધળીએ કહ્યું “શું કરે છે ! કોઈ જાતું હશે તો ?” આંધળાએ