આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫
અપ્સરા અને ચુડેલ.

બીરબલે કહ્યું “હુઝૂર ! હથીયાર કરતાં એની વિશેષ ઝરૂર પડે. હાથ કંકણને દર્પણની શી આવશ્યકતા છે? આપ પરિક્ષા કરી જુઓ.”

બાદશાહે કહ્યું “વારૂ, કાલે પરિક્ષા લેવાશે.”

બીજે દિવસે બાદશાહે એક મસ્તાન હાથીને દારૂ પીવડાવી વધારે તોફાની બનાવી એક સાંકડા રસ્તામાં છોડી મૂક્યો અને પછી બીરબલને તે રસ્તે ઘેર જવાનો હુકમ કર્યો. બીરબલ બાદશાહની આજ્ઞાનુસાર તે ગલીમાં પેઠો કે તરતજ પેલા હાથીએ દૂરથી તેની સ્હામે દોટ મૂકી. બીરબલે આસપાસ નજર ફેરવી તો પાસે એક કૂતરો બેઠેલો જણાયો. હાથી થોડેજ છેટે રહી ગયો, એવામાં તો બીરબલે સમયસૂચકતા વાપરી પેલા કૂતરાના પાછલા પગ પકડી અદ્ધર ઉઠાવ્યો અને જોરથી ફેરવીને હાથી તરફ ફેંક્યો. દૈવયોગે કૂતરો હાથીની સૂંઢ ઉપરજ પડ્યો અને સૂંઢ ઉપર બચકું પણ ભરી લીધું. બીચારો હાથી બૂમો પાડવા લાગ્યો, એ લાગ જોઈ બીરબલ ધીમેથી તેની નઝર બચાવી પસાર થઈ ગયો. બાદશાહ આ બનાવ જોઈ ઘણોજ આશ્ચર્ય પામ્યો અને બીરબલને પાછો બોલાવી તેને ભારે ઈનામ આપ્યું.

વાર્તા ૧૫ર,
અપ્સરા અને ચુડેલ.

એક સમયે બાદશાહે બીરબલ આગળ અપ્સરા અને ચુડેલ જોવાની ઈચ્છા પ્રકટ કરી. બીરબલે કહ્યું “ હુઝૂર ! હમણાંજ આપને બતાવું છું.” એમ કહી તે ઘેર ગયો