આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
બીરબલ વિનોદ.



સાહેબને કાને અથડાતાં તે ચબુતરામાંથી કેટલાક સિપાહીઓને લઈ શેઠના મકાનમાં દોડી ગયા અને શેઠાણીને ૨ડવાનું કારણ પૂછ્યું. તેણે રડતાં રડતાં કહ્યું “ભાઈ ! શું કહું ? તમેજ મ્હને આ મહા પાપી કસાઈના હાથોમાં સોંપી છે. હું, શું કહું ? કહેતાં જીભ અચકાય છે, હૃદય કંપે છે; છતાં, કહ્યા વગર ચાલે તેમ પણ નથી. તમારા શેઠે રાજકુમારનું ખૂન કરી, તેનું માથું કાપી લાવી આ પેટીમાં મૂક્યું અને મ્હને પણ બે કોરડા સટકાવી, કોઈને એ વાત ન કહેવાની સખત તાકીદ કરી છે. પણ (કોરડાના સોળ દેખાડી) આ સખ્ત મારને કારણે મ્હને રડવું આવે છે.”

આ વિચિત્ર વાત સાંભળી કેતવાલ અત્યંત ખેદ પામી કહેવા લાગ્યો “આ ઉપરથી તો જણાય છે કે એ ઘણોજ ભયંકર પાપી છે, માટે એને પકડીને એના પાપોની શિક્ષા અપાવવીજ ઘટે છે. શું, મ્હેં આવી સારા કુળની કન્યા શોધી આપી તે આવા નિર્દય૫ણે મારવા માટે ? ધિકકાર છે એ ચાંડાલને !” આમ કહી તેણે શેઠને પકડી લાવવા સિપાહીઓને મોકલ્યા. કોતવાલ સાહેબનો હુકમ મળતાંજ કાળી કફનીવાળા હડકાયલા કુતરાઓની પેઠે શેઠની શોધમાં દોડયા. થોડીક તપાસ કરતાં શેઠ સપડાઈ ગયા. કશી પણ પૂછગછ ન કરતાં સિપાહીઓ ભસવા લાગ્યા “શું જુઓ છો, ફટકાવો ? એ હરામખોર, ચંડાલ, પાપીને જકડી લો ! ? અરે, નીચ હરામખોર ! આવી રીતે ખૂન કરી, તેં પોતાને હાથેજ મોત માગી લીધું છે. હવે તું ક્યાં સટકી શકે એમ છે ? લો બચ્ચાજી, આ તમારા કર્મનાં ફળ