આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩
પરિક્ષકની બલિહારી.



ચાખો !!” એમ કહી સિપાહીઓએ તેને બાંધી લીધો અને મારતા મારતા કોતવાલ સાહેબની હજુર હાઝર કર્યો. માર ન સહન થવાથી બીરબલે કહ્યું “અરે દુષ્ટો ! મુજ નિરપરાધીને શા માટે આવી રીતે ખોખરો બનાવો છો ? મ્હેં એવો તે કયો અપરાધ કર્યો છે, જેને માટે આવી શિક્ષા કરાય છે ?”

કોતવાલ સાહેબનો પિત્તો ઉછળી આવ્યો, તેમણે રાતાચોળ બની કહ્યું “છાનો મર, હરામખોર ! એતો જાણ્યું બધું તારું ડહાપણ ! ! તેં જે અપરાધ કર્યો છે એ અત્યારેજ જણાઈ આવશે. અરે, નાપાક, હરામખાર ! તેં આવાં નીચ કર્મો કરવા માંડ્યાં છે, એની મ્હને તો સ્હેજ પણ ખબર ન હતી. ખેર, તારી કરણીનાં ફળ અબ ઘડીયેજ તને ચખાડું છું !!” આમ શેઠને ધમકાવીને સિપાહીઓના મઝબુત પહેરા હેઠળ રાજા સમક્ષ હાઝર કર્યો અને અરઝ કરી “નામદાર ! આ પાપીએ આપના કુંવરનું માથું કાપી પોતાના ઘરની પેટીમાં મૂકયું છે. અને બાયડી એ વાત કોઈને જણાવી ન દે, એટલા માટે તેનો પણ કોરડા મારી વાંસો ફાડી નાંખ્યો છે.”

કોતવાલનું આવું બોલવું સાંભળી રાજાના ગુસ્સાનો પાર ન રહ્યો અને તેણે કાંઈ પણ પૃચ્છા ન કરતાં ખૂનીને એકદમ સૂળીએ ચઢાવી દેવાનો હુકમ કર્યો. રાજાનો હુકમ મળતાંજ કોતવાલ શેઠને સ્મશાન ભૂમિ તરફ લઈ ચાલ્યો. રસ્તામાં શેઠનો નોકર મળ્યો, એટલે શેઠે તેને કહ્યું “તું દોડતો તારી શેઠાણી પાસે જઈને કહે કે તારો સ્વામી સૂળીયે ચઢે છે, અને તે જે ઉત્તર આપે તે મ્હને તરતજ કહી જા.” ચાકર