આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
પરિક્ષકની બલિહારી.

તેણે બસો રૂપીયા ખીસામાં મૂકી તેમ કરવાની હા પાડી.

રંભા પોતાના શેઠને છોડાવી લાવવા માટે ઉત્તમ પ્રકારના અલંકારો સજી ઝાંઝરનો રણકાર કરતી ઘણાજ ઠાઠમાઠથી દરબારમાં હાઝર થઈ અને વિચિત્ર પ્રકારના ઉત્તમોત્તમ હાવભાવ અને ગાનતાનથી રાજાને તેણે આંજી નાખ્યો. રંભાના અદ્‌ભુત નાચથી રાજા મોહિત બની કહેવા લાગ્યો “માગ ! માગ ! તારી મરજીમાં આવે તે માગ !” નાયકાએ રાજાનું વચન લઈ, હાથ જોડી અરઝ કરી “દયાનિધાન ! આપે જે શેઠને સૂળીએ ચઢાવવાનો હુકમ આપ્યો છે, તેને આપ છોડી દો.”

રાજાએ કહ્યું “એને તો ક્યારનોએ સૂળીએ ચઢાવી દીધો હશે, માટે કાંઈ બીજું માગ.” રંભાએ કહ્યું “પૃથ્વીનાથ ! જો જીવતો હોય, તો છોડી મૂકવા હુકમ ફરમાવો, મ્હારે એ શિવાય અન્ય કોઈ માગણી કરવાની નથી.”

રાજાએ સિપાહીને તાકીદનો હુકમ આપ્યો કે “જો શેઠને સૂળીએ ચઢાવવામાં ન આવ્યો હોય, તો તેને એકદમ મૂકી દો.” રાજાએ હુકમ કરતાંજ સિપાહી દોડ્યો અને તપાસ કરીને, જ્યાં કોતવાલ બેઠો હતો ત્યાં જઈ તેણે રાજાનો હુકમ કહી સંભળાવી બધો વૃત્તાંત સુણાવ્યો. એટલે કોતવાલ શેઠને છોડી મૂકી, નીચું ઘાલી રસ્તે પડ્યો. એવામાં તો રંભા પણ ત્યાં આવી લાગી અને શેઠને પોતાના મકાનમાં લઈ જઈ, આસના વાસના કરવા લાગી. તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. એ જોઈ બીરબલે તેને આશ્વાસન આપી કહ્યું “પ્રિયે ! તું લેશ માત્ર પણ ગભરાઈશ નહીં. આ ખટપટ મ્હેંજ એક ગુપ્ત કારણસર ઉભી કરી છે. હવે,