આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
બીરબલ વિનોદ.

હું મારે દેશ જઈશ, ત્યાંથી થોડાક દિવસ પછી પાછો અહીં આવીશ. અને પછી તેને પણ મ્હારે દેશ લઈ જઈશ. તું સ્હેજ પણ ચિંતા ન કરજે.”

આ પ્રમાણે રંભાને ધીરજ આપી, અન્ય આડી અવળી વિનોદની વાતો કરી, બીરબલ ત્યાંથી વિદાય થઈ ઘેર આવ્યો અને વહેપાર વગેરે આટોપી લઈ, દિલ્હી તરફ રવાના થયો. થોડાક દિવસની મુસાફરી પછી બીરબલ દિલ્હી આવી પહોંચ્યો અને બાદશાહ આગળ હાઝર થઈ કહેવા લાગ્યો “જહાંપનાહ ! મલ્યાલના રાજાએ માગેલી ચારે વસ્તુઓ મ્હેં મેળવી લીધી છે.”

બીરબલનું આવું બોલવું સાંભળી બાદશાહ ઘણોજ ખુશ થયો અને તે વસ્તુઓ ક્યાં છે ? એમ પૂછવા લાગ્યો. બીરબલે કહ્યું “હુઝૂર ! એ ચારે વસ્તુઓ એ રાજાના ગામમાંજ છે, માટે આપ મ્હને એક પત્ર સહી સિક્કા સાથે લખી આપો.”

બાદશાહે તરતજ સહી સિક્કા સાથેના પત્રમાં લખી આપ્યું કે “આપની મંગાવેલી ચારે ચીજો બીરબલ સાથે મોકલેલ છે, તે તપાસી લઈ, પાછો ઉત્તર આપશો.” એ પત્ર લઈ બીરબલ ભારે દબદબા સાથે મલ્યાલ જઈ પહોંચ્યો અને અનુચર દ્વારા રાજાને કહી મોકલાવ્યું કે “દિલ્હીથી બીરબલ આપને ભેટવા આવ્યો છે.”

રાજાએ તરતજ દરબારમાં તેને દાખલ થવા દેવાનો ચોબદારને હુકમ આપ્યો. બીરબલ રાજ્યરીતિ પ્રમાણે દરબારમાં પ્રવેશી રાજા સન્મુખ આવી યોગ્ય વિનયથી અભીવંદન કરી ઉભો રહ્યો. રાજાએ પણ તેનો યોગ્ય આદર સત્કાર