આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
બીરબલ અને તાનસેનની પરિક્ષા.


તત્વને શહેર વાળાઓ કરતાં વધુ સારી પેઠે સમજે છે.

જમી રહ્યા બાદ બીરબલ અને તાનસેન પેલા ગામડીયાની રજા લઈ ઘોડાઓ ઉપર સ્વાર થઈ શહેર તરફ ચાલ્યા. શહેરમાં દાખલ થતાં જ તેઓ આશ્ચર્યચકિત્‌ થઈ ગયા. પોતે જાણે ઇંદ્રપુરીમાં જ વિચરતા હોય એમ તેમને લાગ્યું. ચારે બાજુએ વહેપારીયોની ગંજાવર દુકાનો આવેલી હતી. નગરજનોના ચહેરાઓ ઉપર પણ ઉદાસિનતા જણાતી ન હતી, બલ્કે એક પ્રકારનું નૂર દેખાતું હતું. બીરબલ અને તાનસેનનાં કપડાં રાજવંશી જેવાં હોવાથી લોકો તેમને માન આપતા. તેઓ લોકોને પૂછતાં પૂછતા દરબાર આગળ જઈ પહોંચ્યા, પણ ત્યાં અત્યંત ભીડ જામેલી હોવાથી તેમને રસ્તો ન મળ્યો. એવામાં ચોબદારના નઝર તેમના ઉપર પડી, તેણે તેમને પરદેશથી આવેલા કોઈ રાજવંશી પુરૂષો ધારી લીધા, તરત જ પાસે આવી સલામ કરી સમાચાર પૂછ્યા. બીરબલે કહ્યું “અમે દિલ્હીથી બાદશાહી સંદેશો લઈને આવ્યા છીયે, માટે રાજા સાહેબને અમારા આગમનની ખબર આપો.” ચોબદાર તેમને અંદર લઈ ગયો અને થોડે દૂર ઉભા કરી, રાજા આગળ જઈ માથું નમાવી, તેણે કહ્યું “પૃથ્વી પતિ ! દિલ્હીથી અકબર બાદશાહનો સંદેશો લઈને તેમના બે દરબારીયો અત્રે આવી પહોંચ્યા છે. આપ જો રઝા આપો તો હાઝર કરૂં ?”

રાજાએ રઝા આપવાથી ચોબદાર બીરબલ અને તાનસેનને રાજા આગળ લઈ ગયો. રાજાએ તેમને બેસવા