આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
બીરબલ વિનોદ.


રીતે બેઉ જણે એક બીજાની પહેલાં મરવાની ઈચ્છા બતાવી. આ બનાવ જોઈ સિપાહીયો હસવા લાગ્યા. તેઓએ વિચાર્યું કે “આ લોકો પાગલ થઈ ગયા છે કે શું ?”

ત્યાર પછી તેઓમાંનો એક સિપાહી દોડતો દોડતો દરબારમાં પહોંચ્યો અને રાજાને બધી વાર્તા સંભળાવી. પ્રધાને કહ્યું “નામદાર ! મ્હેંતો આપને પ્રથમ જ કહ્યું હતું કે એમાં અવશ્ય કાંઈ ભેદ હોવો જોઈએ. નહીં તો એવો તે કોણ હોય જે આવી રીતે ખુશીખુશી મોત માગે ?! માટે એમને અહીં બોલાવી એનો ખુલાસો મેળવવો જોઈએ.” રાજાએ પણ એ પ્રસ્તાવ પસંદ કર્યો અને બન્નેને દરબારમાં હાઝર કરવાનો હુકમ આપ્યો. થોડીજ વારમાં બન્નેને રાજા આગળ હાઝર કરવામાં આવ્યા. પ્રધાને બીરબલ તરફ ફરીને પૂછ્યું “તમે એક બીજાની પહેલાં મારવાનું કેમ પસંદ કરો છો ?”

બીરબલે કહ્યું “તમને એ વાતનો ખુલાસો કહેવાથી અમને ગેરલાભ થવાનો સંભવ છે, માટે આપ એ સવાલજ ન કરો તો સારું !!”

બીરબલના આવા વચનોએ તેમની શંકામાં વધુ ઉમેરો કર્યો. રાજા અને પ્રધાને થોડીવાર વિચાર કર્યા પછી તેમને કહ્યું “તો તમે એ વાતનો ખુલાસો નહીં કરો તો અમે તમને જન્મભર બંદીખાનામાં રાખીશું, માટે જે કાંઈ વાત હોય તે સાચે સાચી કહી સંભળાવો.”

બીરબલ જાણે એ વાત કહેવાથી દિલગીર થતો હોય એવો બ્હારથી ડોળ બતાવી બોલ્યો “મહારાજ! જ્યારે આપ એ વાત કહેવા માટે અમને મજબૂર કરો છો એટલે