આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫
અંધ,નાક,મણી,ખાટ,વાટ.

પડે એમાં શી નવાઇ ? બીચારા આખા વર્ષ સુધી મહેનત કરે ત્યારે જેમતેમ કરીને ચાલીસ પચાસ રૂપીયા એકઠા કરે.

બાદશાહે ઢેડાઓને વિદાય કર્યા અને બીરબલની ચતુરતા ખાતર તેનો વાંક માફ કર્યો.

વાર્તા ૧૫૬.
છતી આંખે અંધ,પેઢીનું નાક, હાથનું મણી,બજારની ખાટ ને નરકની વાટ.

લંકાપતિ શૂરવીર, પરાક્રમી અને અક્કલમંદ રાજા મૂરસિંહે દિલ્હીપતિ અકબર બાદશાહ અને તેના દરબારીયોનું બુદ્ધિચાતુર્ય જોવાનો વિચાર કર્યો. તેણે બાદશાહ ઉપર એવી મતલબનો પત્ર લખ્યો કે છતી આંખે અંધ, પેઢીનું નાક, હાથનું મણી, બજારની ખાટ અને નરકની વાટ એ પાંચ વસ્તુઓ ચાર મહીનામાં શોધી આપવી, કાંતો યુદ્ધ માટે તૈયાર થવું. લંકાપતિનો દૂત પેલો પત્ર લઈ દિલ્હી આવી પહોંચ્યો અને બાદશાહને પત્ર આપ્યો. બાદશાહે પત્ર વાંચી તેની નેમ જાણી લીધી એટલે વિચાર કર્યો કે ‘ફક્ત બીરબલને વારંવાર હું આવાં કાર્યો સોંપી દઉં, એ ઠીક ન ગણાય; કેમકે એથી દરબારીયોનું બુદ્ધિચાતુર્ય પારખવાનું બની શકતું જ નથી. માટે આ વખતે બીરબલને આ કાર્ય નહીં સોંપતાં બીજા બધા દરબારીયોની પરિક્ષા લઉં.’ આવો વિચાર આવતાં તેણે બીરબલ સિવાયના અન્ય સર્વ દરબારીયોને એ પાંચે વસ્તુઓ એક મહીનામાં મેળવી આપવાનો હુકમ કર્યો