આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧
અંધ, નાક, મણી, ખાટ, વાટ.


વગાડ્યા, છતાં બીરબલ ન આવ્યો. રૂપવંતીની આંખો નિદ્રાને કારણે મીંચાવા લાગી, તે આખરે ઉઠી અને પલંગ પર ન સૂતાં ભોંયપર સૂઈ રહી. બરાબર બાર વાગે બીરબલે આવી દરવાજો બંધ જોતાં હાક મારી. હાક થતાં જ રૂપવંતી જાગી ઉઠી અને દોડી જઈ દરવાજો ઉઘાડી ઘણા જ પ્રેમ સહિત બીરબલનો હાથ ઝાલી મકાનમાં તેને લઈ ગઈ. બીરબલે તેની પરિક્ષા લેવા માટે તેણે દરવાજો જલ્દીથી કેમ ન ઉઘાડ્યો અને સુઈ કેમ ગઈ, તે માટે ઠપકો આપ્યો. રૂપવંતી એનો કાંઈ જવાબ ન આપી શકી. એટલે બીરબલે જાણે તેની ઉપર વધુ ગુસ્સો થયો હોય તેમ, હાથમાં રાખેલો ચાબુક ઉગામ્યો. રૂપવંતીએ પોતાનો કાંઈ વાંક થયો હોય તો માફ કરવા વિનંતી કરી, પણ બીરબલે તે પ્રત્યે ધ્યાન ન આપતાં તરતજ ચાબુક વડે તેને ફટકાવવા માંડી. પણ તે એકવચની ગુણીકાએ માર ખમવા છતાં, જાણે પોતાનોજ વાંક થયો હોય તેમ કાલાવાલા કરવા માંડ્યા. બીરબલ વીસ પચીસ ખાસા ફટકા લગાવી દઈ, પછી જાણે પોતે વાજબી શિક્ષા કરી હોય તેમ શાંત થઈને ઉભો. રૂપવંતીને આટલો બધો સખત માર પડવા છતાં, તે એકે કડવું વચન બોલી નહીં, તેમજ ગુસ્સે પણ થઈ નહીં. બલ્કે એક ગૃહિણી જેમ પોતાના સ્વામીની સાથે વર્તે તેમ એ પણ વર્તી. તે પછી બીરબલે તેની વિનંતી પ્રત્યે દયા લાવી આખી રાત્રિ તેને ત્યાં ગાળી અને સ્હવાર પડતાં ત્યાંથી ચાલ્યો ગયો.

ચાથે દિવસે દુષ્ટ બુદ્ધિ નામની વેશ્યાના ઘર આગળથી નીકળ્યો. વેશ્યાએ જોયું કે, છે કોઈ પૈસાદાર માણસ અને વળી પરદેશી એટલે જો એ હાથમાં આવે તે તેને