આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
બીરબલ વિનોદ.


લુંટવાનો વિચાર કર્યો અને આંખની ઈશારતથી ઉપર બોલાવ્યો. ચાકરને ઘોડો સોંપી તે ઉપર ગયો અને પૂછવા લાગ્યો કે “તમારે ત્યાં કોઈ માણસ આખી રાત ગુઝારે તો તમે કેટલા રૂપિયા લો ?”

બીરબલનું આવું બોલવું સાંભળી વેશ્યાએ વિચાર કર્યો કે એને કોઈ વાતની ખબર નથી ને શરીર ઉપર બે ત્રણ હઝારનું જવાહિર છે, માટે કોઈ યુક્તિ કરી એ પડાવી લેવું જોઈએ. એમ વિચાર કર્યા પછી એણે કહ્યું “શેઠજી ! એક રાતના પાંચ રૂપિયા લેવાનો મ્હારો ઠરાવ છે, પછી તો આપ મ્હોટા માણસ છો એટલે જે કાંઈ આપો તે લેવા કબુલ છું.”

બીરબલે તેને દસ રૂપીયા આપ્યા અને રાત્રે આવવવાનું જણાવ્યું. ગુણિકાએ પાનનું બીડું આપ્યું એટલે બીરબલ ત્યાંથી ચાલતો થયો. રાત પડતાં બીરબલ પેલી વેશ્યાને ત્યાં જવા નીકળ્યો અને સાથે કોઈને પણ ન લીધો. ગુણિકાને ઘેર પહોંચતાં દરવાજો બંધ જોયો એટલે ગુપચુપ બ્હાર બેઠો. એ નીચ ગુણીકાએ બીજા પણ બે ચાર જણાઓને બોલાવ્યા હતા, તેમની સાથે મોજમજા ઉડાવીને તેમને પાછલે દરવાજેથી રવાના કર્યા અને પછી પોતાના ચાર મદદગારોને બોલાવી તૈયાર રાખ્યા અને તેમને બરાબર રીતે સમજાવી દીધું કે, બીરબલ ઉપર આવે કે તરત જ તેને પકડીને લુટી લેવો. થોડીવારે બીરબલે નીચેથી બુમ પાડી એટલે ગુણીકાએ પેલા બદમાશોને સંતાડી દઈ નીચે આવી દરવાજો ઉઘાડી બીરબલના ગળામાં હાથ નાંખી, સ્ત્રી-ચરિત્ર ચલાવતાં કહ્યું “વ્હાલા ! આટલી બધી વાર ક્યાં લગાડી ?”