આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩
રજપૂતાણીનું પતિવૃત.

બધી જાતનું ધાન્ય પાકે છે. પુત્ર ગાયનો મ્હોટો જે જમીન ખેડે છે. બધા રાજાઓમાં મેઘરાજ મ્હોટો જેના વરસવાથી જગત સારાનું પોષણ થાય છે, અને બધા ગુણોમાં મ્હોટો ગુણ હીંમત, કેમકે એક કહેવત પણ છે કે ‘હીંમતે મર્દા તો મદદે ખુદા.’

આ પાંચે જવાબ સાંભળી બાદશાહ તેમ જ દરબારીયોએ તે કબૂલ રાખ્યા અને તેની અક્કલની બધા પ્રશંસા કરવા લાગ્યા.

વાર્તા ૧૫૯.
રજપૂતાણીનું પતિવૃત.

અકબરે એવો ધારો બાંધ્યો હતો કે જેટલા રજપુત રાજાઓને તેણે જીત્યા હોય તેટલાની પાસેથી છ મહીના ચાકરી લેવી. તે રજપુત રાજા છ મહીના પોતાના ગામમાં રહે અને છ મહીના બાદશાહની પાસે દરબારમાં રહે. એવા ઘણા રજપુત રાજાઓ રહેતા હતા. જેમાં એક અમરસિંહ રાઠોડ નામનો રાઠોડ વંશનો રજપુત રાજા પણ હતો.

એક દિવસ બાદશાહને પોતાની અમુક બેગમની ચાલ ચલગત વિષે શંકા ઉત્પન્ન થઈ અને તેની બારીકાઈથી તપાસ કરતાં માલુમ પડી આવ્યું કે તે બેગમે પોતાની નીતિમત્તા ધુળમાં મેળવી છે. આ ઉપરથી બાદશાહે વિચાર કર્યો કે ‘મ્હારા દરબારીયોમાંથી કોની સ્ત્રી પતિવૃતા છે એ જાણવું જોઈયે.’ બીજે જ દિવસે તેણે દરબારમાં આવીને હુકમ કર્યો કે “સભામાં એક બીડો