આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬
બીરબલ વિનોદ.


થવાના સ્વપ્નો જોવા લાગ્યો. તેણે આડકતરી રીતે ઘણા પૈસા બરબાદ કર્યા, પણ કાંઈ વળ્યું નહીં. આખરે તેણે એક માલણને શોધી કાઢી જે અગાઉ અમરસિંહને ત્યાંજ નોકર હતી, પણ કાંઈ ગુન્હાસર તેને કાઢી મૂકવામાં આવી હતી. માલણે પૈસાની લાલચે એ કાર્યનો આરંભ કર્યો. મહેલની રચના અને બધા પ્રકારની નિશાનીયો તે સારી પેઠે જાણતી હતી એટલે અમીર સાહેબે બધી વાતો તેને મોઢે સાંભળી લખી લીધી, પણ એટલેથીજ કામ પાર પાડે તેમ ન હતું. અમરસિંહની સ્ત્રીના અંગપરની કોઈ ગુપ્ત નીશાની લાવવા તેણે માલણને કહ્યું, માલણે પ્રથમ તો આનાકાની કરી, પણ અમીર સાહેબે ઘણી મોટી રકમ ઈનામ આપવાની લાલચે તેને એ કાર્ય બજાવવા માટે રાઝી કરી લીધી. માલણને મહેલમાંથી વાંકસર કાઢી મૂકેલી હોવાથી તેને મહેલનાં દરવાઝામાં પણ પગ મૂકવાની રઝા ન હતી એટલે તેણે એક બીજી યુક્તિ શોધી કાઢી. તેણે સારો ગૃહસ્થીનો પોષાક પહેર્યો અને અમીર સાહેબના રથમાં બેસી, સિપાહીયોને સાથે લઈ જાણે બ્હાર ગામથી આવી હોય તેમ ગામના મુખ્ય દરવાઝેથી દાખલ થઈ. સારો પોષાક પહેરેલો હોવાથી તેની આકૃતિ અને રૂપમાં પણ ઘણો ફેરફાર થઈ ગયો હતો. તેણે અમરસિંહના મહેલ પાસે આવી પોતાનો રથ વાડામાં છોડાવી રાણીને અબર મોકલાવી કે તેના પતિની ફોઈ તને મળવા આવી છે.

રાણી આ ખબર સાંભળી વિચારમાં પડી ગઈ. કેમકે અમરસિંહે પોતાની ફોઈ હોવાની વાત કદિપણ તેને કહી ન હતી. તે મનોગત્ કહેવા લાગી “એમણે મ્હને કદિપણ