આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭
રજપૂતાણીનું પતિવૃત.


પોતાની ફોઈ હોવાની વાત કરી નથી, છતાં આ ફોઈબા ક્યાંથી ફાટી નીકળ્યા ? પણ હશે, કદાચ તેમણે મ્હારી આગળ પોતના ફોઈના અસ્તિત્વની વાત ભૂલથી નહીં કરી હોય, માટે લાવ એમને આવકાર આપું.” એમ વિચાર કરી તેણે ફોઈબાને મહેલની અંદર તેડાવ્યા. ફોઇબા ભારે ઠાવકાપણા અને ગંભીરતા સાથે અંદર દાખલ થયા, રાણીયે તેને પગથી માથા સુધી ટીકી ટીકીને જોઈ, પણ તેમાં રાજપૂતાણીનું એકે લક્ષણ જણાયું નહીં. છતાં અમરસિંહની ખાતર તેને આવકાર આપી મહેમાન તરીકે ઘણા માન સાથે મહેલમાં રાખી.

ફોઈબાએ બે ત્રણ દિવસમાં બધો પ્રકાર જાણી લીધો, અમરસિંહે પોતાની રાણીથી ગમે તેમ થાય તોય જુદા ન થવાના વચન તરીકે રાણીને એક રૂમાલ અને એક કટાર આપ્યાં હતાં. રાણી એ વસ્તુઓ હંમેશા પોતાની પાસેજ રાખતી. એ વસ્તુઓ પર ફોઈબાની નઝર પડતાં તેમણે તેની માગણી કરી, પણ રાણીએ આપવા ના પાડી. ફોઈબા આથી રીસાયા અને ચાલ્યા જવાને તૈયાર થયા. રાણીએ વિચાર્યું કે, હવે આપ્યા વગર છૂટકો નથી, એટલે તેમને મનાવ્યાં અને કટાર તથા રૂમાલ આપતાં કહ્યું “ફોઈબા ! તમે જ્યારે આ તુચ્છ વસ્તુઓ માટે આટલી બધી રકઝક કરો છો તો લો. જોકે એ વસ્તુઓ કીંમતી નથી, છતાં આપના ભત્રીજાની નિશાની તરીકે છે એટલે મ્હેં આપવા માટે ના પાડી હતી.”

ફોઈબા પણ કાચું કાપે એવી ન હતી. તેણે હવે નખરાં શરૂ કર્યા અને કહ્યું “નારે બાઇ ! હવે તો એ