આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
બીરબલ વિનોદ.


ધિક્કારવાને બદલે મ્હારી સ્હામેજ બળવો જગાડો તો મ્હને નકામી મહેનત પડે. તે શિવાય કદાચ તમે રાણીની હત્યા કરો તો તેનું પાતક પણ અમારે માથે આવે, માટે એતો નહીં બને !!”

આ સાંભળી અમરસિંહ બોલ્યો “હુઝૂર ! એવું કદાપિ નહીં બને. અમે રજપૂત છીએ, અમારો ટેક કદી ન ફરે. બોલ્યું વચન ન પાળીયે તો અમારા તુખમમાં ફેર ગણાય. હુ મ્હારા પૂર્વજોનો કોલ આપવા તૈયાર છું.”

બાદશાહે કહ્યું “એમ હું ન માનું. જો તમે કોઈ સારા આસામીને ઝામીન તરીકે મુકી જાઓ તો તમને એક માસની મુદ્દત આપી શકું.”

અમરસિંહ બોલ્યો “જહાંપનાહ ! આ પરાયા પરદેશમાં મ્હારો ઝામીન કોણ થઈ શકે ? તેમજ મ્હારી શિક્ષા પણ મુકરર થઈ ચુકી છે એટલે લોકો ઝામીન થતાં બ્હીયે પણ ખરા !!”

એવામાં અમરસિંહના ગામનો વતની મોતીચંદ સાહુકાર ઉભો થઈ બોલ્યો “જહાંપનાહ ! અમરસિંહને જવાની આપ રઝા આપો, હું એમનો ઝામીન થાઉં છું. જો એક મહીનામાં એ નહીં આવી શકે તો હું સુખેથી ફાંસીએ ચઢવા તૈયાર છું.”

બાદશાહ સહ સર્વ દરબારીયોએ મોતીચંદની હીંમત અને પરમાર્થબુદ્ધિ માટે અસંખ્ય ધન્યવાદ આપ્યા. અમરસિંહને રઝા મળતાં તે તરત જ પોતાના ગામ તરફ રવાના થયો. ચૌદમે દિવસે તે પોતાના ગામમાં પહોંચી