આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૭
બાદશાહનો પોપટ.

અમરસિંહને પચાસ ગામ ઈનામમાં આપ્યા. થોડાક દિવસ સુધી અમરસિંહને તથા રાણીને પોતાના મહેલમાંજ મહેમાન રાખ્યા અને ત્યારબાદ તેમને પોતાને ગામ જવા રઝા આપી.


વાર્તા ૧૬૦.
બાદશાહનો પોપટ.

એક દિવસે તહેવાર પ્રસંગે એક ફકીર બાદશાહને એક પોપટ ભેટ આપી ગયો. તેણે તેને કેટલુંક બોલતાં શીખવ્યું હતું, જેથી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો અને એક ચાકરને બોલાવી તે પોપટની દેખરેખનો સર્વ ભાર તેને સોંપ્યો. અને સાથે સાથે સખત હુકમ પણ કર્યો કે “એની બરાબર માવજત રાખવી અને લગાર પણ તબીયત અસ્વસ્થ જણાય તો તરત જ મ્હને ખબર કરવી, અને ‘પોપટ મરી ગયો’ એમ જો કોઈ આવીને મ્હને કહેશે તો તેનું માથું ધડથી ઉડાવી દઈશ.”

બીચારા ચાકરે પોપટની બરાબર દેખરેખ રાખવા માંડી અને પોતાના પ્રાણ કરતાં પણ, બાદશાહની બ્હીકને લીધે પોપટના પ્રાણને બહુમૂલ્ય ગણવા લાગ્યો. પરંતુ એક દિવસ પોપટ એકાએક મરી ગયો. હવે બીચારા નોકરને ધાસ્તી લાગવા માંડી, કેમકે જો બાદશાહને જઈને તે પોપટના મરી જવાના સમાચાર સંભળાવે તો માથું કપાઈ જાય. તે બીચારો ભારે ચીંતામાં પડ્યો, એવામાં બીરબલ કોઈ, અગત્યના કામ પ્રસંગે મહેલમાં આવ્યો એટલે નોકરે