આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
બીરબલ વિનોદ.

તેની સ્હામે ગુઠણમંડીએ પડી અત્યંત કાલાવાલા કરી પોતાનો જીવ બચાવવાની વિનંતિ કરી.

બીરબલે તેને આશ્વાસન આપી શાંત કર્યો અને પછી બાદશાહ પાસે જઈ કહ્યું “ ખુદાવિદ ! આપ પો....આપણો પોપ....ટ....”

બાદશાહે ગભરાઈ જઈ પૂછયું “શું મરી ગયો ?”

બીરબલે કહ્યું “ના, જહાંપનાહ' એમ તે બને !? એતો મહાતપસ્વી છે, અત્યારે તેણે સમાધિ ચઢાવી છે. આકાશ તરફ મોઢું કરી પગ કે પાંખો હલાવ્યા વગર ચાંચ અને આંખો બંધ કરી બેઠો છે."

બાદશાહ બોલ્યો “ ત્યારે એમજ કહોને કે તે મરી ગયો ?!

બીરબલે કહ્યું “જહાંપનાહ ! આપ ગમે તેમ કહો, પણ મ્હને તો લાગે છે કે તે તપશ્ચર્યા કરે છે. આપ એકવાર ત્યાં પધારીને જુઓ તો ખરા ?"

બાદશાહ તેની સાથે પાંજરા પાસે આવ્યો અને પોપટને મરેલો જોઈ કહેવા લાગ્યો “અરે, બીરબલ ! ત્હારા જેવો મ્હોટો વિદ્વાન માણસ એટલું પણ ન સમજી શકે કે પોપટ મરી ગયો છે કે સમાધિ ચઢાવી બેઠો છે, તો એ દુનિયામાં એક અજાયબી રૂપ અને ત્હારી સખ્યાતિને હાનિકારક નથી ?! ત્હે મ્હને ત્યાંજ કહી દીધું હતું કે 'પોપટ મરી ગયો' તો મ્હને આટલે સુધી ફેરો તો ન પડત!?"

બીરબલે હાથ જોડી કહ્યું “હુઝૂર! શું કરું? તે