આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૫
નહીં તડકામાં નહીં છાયામાં.


આ ઢંઢરો તેણે ગામે ગામ અને શહેરે શહેર ફેરવ્યો, બીરબલ કોઈ મ્હોટા શહેર કરતાં ગામડામાં જ રહેવાનું વિશેષ પસંદ કરે છે, એમ બાદશાહ સારી પેઠે જાણતો હતો. બીરબલે જે ગામમાં મુકામ કર્યો હતો ત્યાં પણ એ ઢંઢેરો બ્હાર પડયો. આ આશ્ચર્યપૂર્ણ ઢંઢેરાથી ગામના લોકો બહુજ વિસ્મય પામ્યા, અને સૌ કોઈ એનાજ વિચારોમાં તણાવા લાગ્યા. બીરબલે પણ જ્યારે એ ઢંઢેરો સાંભળ્યો ત્યારે તે સમજી ગયો કે આ તાગડો મ્હને શોધી કાઢવા માટેજ શાહે રચ્યો છે. પણ પોતે ત્રણ તેડા આવ્યા શિવાય આગ્રે નહીં જવાનો મક્કમ વિચાર કરી ચૂક્યો હતો એટલે તેણે એક મોટી ચાલણી બનાવી. પછી એક હોંશિયાર માણસને શોધી કાઢી બાદશાહના દરબારમાં જઈ કેવી રીતના આડા અવળા ઉત્તર આપવા તથા કેવી રીતે વર્તવું અને આખરે કેવી યુક્તિપૂર્વક બધો ખુલાસો કરવો તથા ગામીડીયાપણાનોજ દેખાવ રાખવો એવી બરાબર પટ્ટી તેને પઢાવી કહ્યું કે “આ ચાલણી માથા ઉપર મૂકી, પીછોડીમાં ધાણી બાંધી તે ફાંકતા ફાંકતા બાદશાહની કચેરીમાં જજે એટલે બાદશાહ પોતાના ઢંઢેરા પ્રમાણે તને ઇનામ આપશે.”

પેલા માણસ તરતજ આપેલી ચીઝો લઈ આગ્રે જઈ પહોંચ્યો અને શાહી દરબાર થોડે દુર રહેતાં તેણે ચાલણી માથે મૂકી અને ધાણી ફાંકતો ફાંકતો દરબાર તરફ આગળ વધ્યો. આ વિચિત્ર પ્રકાર જોઈ લોકોનું ટોળું તેની પાછળ ચાલવા લાગ્યું. દરઆર આગળ આવી પહોંચતાં દરબાને તેને અટકાવ્યો પણ પોતે બાદશાહના