આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨


બીરબલની શારીરિક દશા.

બીરબલનો રંગ શ્યામ હતો, લલાટ વિશાળ, અંગ સુડોલ અને બળવાન હતું અને મુખપર શીતલા (માતા)ના ડાઘ હતા. તેને સ્વભાવ અત્યંત સરળ, સાદો અને મળતાવડો હતો. પારકાને પોતાનો બનાવતાં તેને ઝાઝો સમય ગાળવો પડતો નહીં, વાતોમાંને વાતોમાં જ તે લોકોનું મન હરી લેતો. તેણે શાહી દર્બારમાં ઉચ્ચ પદ્વિ પ્રાપ્ત કરી લોકો સાથે સદ્વ્યવહાર અને ઉપકાર કર્યો તેમ જ બીજાં પણ અનેક સારાં કાર્યો કરી પોતાની નામના અમર કરી. તેણે ઘણા ગામોમાં બ્રાહ્મણને સુખી બનાવી દીધા, ગૌહિંસા બંધ કરાવી, હીન્દુ મુસલમાનોનો પરસ્પર મેળ મિલાપ કરાવી વિરોધાગ્નિને શાંત કર્યો. મુલ્લા બદાયની લખે છે કે “ બીરબલની સ્મરણશક્તિ ઘણી જ પ્રબલ હતી, હાઝર જવાબી અને વિનોદી વાતો કહેવામાં તે અનુપમ હતો. કોઈ વાર ઈશારા અને ચેષ્ટાથી જ તે બાદશાહના મનની વાત સમજી જતો. ”

વળી એક જગ્યાએ રાજાના બ્હીકણપણા વિષે લખતાં મુલ્લા બદાયૂની લખે છે કે “ રાજા ઘણાજ બ્હીકણ હતા. સન. હીં. ૯૯૧માં એક દિવસે બાદશાહ નગર ચીનના મેદાનમાં ચૌગાન (પૉલૉની રમત જે ઘોડા પર બેસી રમવામાં આવે છે તે) રમતા હતા, તેવામાં રાજા ઘોડા પરથી પડી ગયો. બાદશાહે પાસે જઈ ઘણી કોશિષ કરી પણુ રાજાની શુદ્ધિ ન આવી. ઘોડા ઉપરથી પડી જવાને કારણે મૂર્ચ્છા આવી ગઈ અથવા રાજાએ પોતેજ શ્વાસ અટકાવી રાખ્યો એ તો પ્રભુ જાણે. અને તેને ત્યાંથી ઉપડાવી ઘેર મોકલાવી દીધો. ”

બીરબલની ઉદારતા.

જે મનુષ્ય પ્રથમાવસ્થામાં દીન હોય છે તે ધન પ્રાપ્ત થતાં ઉદાર નથી બનતો, પરંતુ બીરબલ વિષે એમ ન હતું. તે પોતાના સમયનો મહાદાની કહેવાતો. હીંદુ કવિઓએ તો બીરબલની ઉદારતા અને પરદુઃખભંજનતાના સેંકડો ગીત ગાયાં છે, પરંતુ મુસલમાન લેખકોએ પણ બીરબલની દાનવીર તરીકે ભારે પ્રશંસા કરી