આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫


પદ્વિ બે હઝારીથી વધુ પગારની નહતી. તેમાં વળી બે હઝાર સ્વારો રાખવાનો ખર્ચ બાદ કરતાં જે કાંઈ વધે એજ ખરો પગાર ગણાય. છતાં એક દિવસમાં જ સાડાબાર લાખ રૂપીયા દાન કરવું, એ આશ્ચર્ય પમાડવા માટે પુરતું છે. પરંતુ, ખરી બીના એથી જુદી જ હતી, બે હજારીની પદવી તો નામ માત્રની હતી, પણ પોતે બાદશાહનો કૃપા૫ત્ર હોવાથી ધારે તે કરી શકે એમ હતું.

“મુન્તખિબુબ્લુબા બ (એશિયાટિક સોસાયટી એ છાપેલો) માં લખ્યું છે કે ” રાજા બીરબલની પદ્વિ બે હઝારીથી વધુ થવા પામી નહતી, પરંતુ તેણે પોતાની હાઝર જવાબી અને અક્કલ હોંશીયારીથી બાદશાહને મોહી લીધો હતો, દર માસે અને દર વર્ષે તે ઝવેરાત વગેરે ઈનામમાં મેળવતો જે લાખોની કીંમતના ગણાતા નજીક તેમજ આઘેના અમીર ઉમરાવો બહુ મૂલ્ય ભેટો મોકલતા.

તેમજ એકાન્ત અને આરામને વખતે બાદશાહને મળવા માટે બાદશાહના અન્તઃપુર (ઝનાના)માં પણ તેને જવાની છૂટ હતી. ”

બીરબલનો ધર્મ.

બીરબલ જાતે હીંદુ હતો, પણ પાછળથી અકબરે કાઢેલા બનાવટી “દીને ઇલાહી” પંથમાં ભળી ગયો હતો અને તે પંથના ચુસ્ત માનનારાઓમાં તે ગણાતો; છતાં એટલો બધો નિડર હતો કે હસવામાં એ બનાવટી ધર્મને વગોવી નાંખતો. એથી મુસલમાન અમીરો જેઓ તે પંથમાં જોડાયા હતા બહુજ ગુસ્સે થતા અને કોઈ કોઈ વેળા તે ઈસ્લામ ધર્મ ઉપર પણ મસ્ખરીમાં આક્ષેપ કરી બેસતો એટલે અન્ય મુસલમાન અમીરો પણ છેડાઈ જતા. અને જ્યારે બાદશાહ પણ બીરબલની વાતમાં ભળતો, ત્યારે તેઓ એટલુંજ કહીને રહી જતા કે “ બીરબલજ બાદશાહના નિયમનો ભંગ કરે છે.”

મુલ્લા બ્દુલ કાદિર એક ઠેકાણે લખે છે કે “ બીરબલે બાદશાહના મનમાં એવું ઠસાવી દીધું કે સૂર્ય એ ઈશ્વરનો સંપૂર્ણ આદર્શ છે. અન્ન પકવવું, ખેતી ઉગાડવી, પુષ્પને ખીલવવા, વૃક્ષોને