આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
ફરિયાદ ! ફરિયાદ ! ફરિયાદ !


વાર્તા ૨.

ફરિયાદ ! ફરિયાદ ! ફરિયાદ !

એકવેળા બીરબલે વિચાર કર્યો “મ્હેં બહુ મહેનત વડે અધિક ગુણો રૂપી રત્નોનો સંગ્રહ કર્યો છે, પરંતુ તે રત્નોને પારખી શકનાર જો મળે તો જ તેની અપાર ખૂબી અને કીંમત આંકી શકે. માટે હાલમાં તેવો ઝવેરી દિલ્લીપતી અકબર બાદશાહ વિદ્યમાન છે. તે ગુણીજનોને પોષક હોવા સાથે ગુણગ્રાહી, ઉદાર અને કદરદાન હોવાથી ત્યાં અવશ્ય જવું જોઈએ.” એમ વિચારી ચરિતાર્થની આશાએ દિલ્લી પહોંચ્યો. તે વખતે તેની પાસે માત્ર પાંચ રૂપીયા હતા, વળી પોષાક પણ સાધારણ જ હતો એટલે દિલ્લી શહેરની રચના અને ત્યાંના માણસોના પોષાકો, મકાનો અને દબ- દબો જોઈ અંજાયો. એક ધોબીને અમુક પૈસા આપી ભાડુતી પોષાક પરિધાન કરી દરબારમાં જવા નીકળ્યો. રાજદ્વાર આગળ પહોંચતા દ્વારપાળે તેને અટકાવ્યો અને કાંઈક રકમ મળે તો જ અંદર જવા દેવાની હઠ પકડી. બીરબલ પાસે એવી સારી રકમ પણ ન હતી. એટલે બહુ આજીઝી કરી, પરંતુ ફોકટ. મનમાં દુઃખી થતો, અનેક પ્રકારના તર્ક વિતર્ક કરતો ધર્મશાળામાં પહોંચ્યો અને ત્યાં આશ્રય લઈ વિચારમાં પડયો. ગમે તેમ કરીને પણ એકવાર બાદશાહને મળવું તો જોઈએ જ, તે શિવાય પાછા જવું એ તો મૂર્ખનો ધર્મ છે !” એમ નકકી કરી તેણે લોકોમાં પૂછપરછ ચલાવી એટલે માલુમ પડયું કે 'બાદશાહ દરરોજ સ્હવારે બે કલાક રાજમહેલના ઝરોખામાં બેસી નેકીદાર પાસે પોકાર