આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


બીરબલ ચરિત્ર.

સુજ્ઞ વાંચકો ! પ્રસ્તુત પુસ્તક “બીરબલ વિનોદ ” માં બીરબલ અને બાદશાહની બુદ્ધિમત્તા, રસજ્ઞતા અને નીતિમય વિનોદ રૂપી રસીલી અને બોધક વાર્તાઓ વાંચતાં પહેલાં બાદશાહ અને બીરબલના જીવનચરિત્રોથી વાકેફ થવું આવશ્યક હોવાને કારણે એ ઉભય મહાપુરૂષના ટુંક જીવનચરિતત્રો અત્રે રજુ કરવાનું અમે ઉચિત ગણીયે છીયે.

અકબર.

મોગલ સલ્તનતના પિતા બાબરનો પુત્ર હુ'માયુ બંગાળના સૂબા શેર અફગન (શેરશાહ) થી હાર પામી નાઠો, ત્યારે સિંધમાંથી પસાર થતાં અમરકોટના કિલ્લામાં તેની બેગમ ' રીયમ મકાની બેગમ ઉર્ફે 'મીદાબાનુ ' એ હીજરી સન ૯૨૯ ના રજબ માસની ૫ મી તારીખે (વિક્રમ સંવત ૧૫૯૮ અથવા તા. ૧૫ મી ઓકટોબર સ. ઈ. ૧૫૪૨) પુત્રને જન્મ આપ્યો. જેનું નામ ' લાલુદ્દીન મોહંમદ ' રાખવામાં આવ્યું, જે પાછળથી દિલ્હીના તખ્ત ઉપર આવતાં “ અકબર'” નામથી પ્રખ્યાત થયો. તેણે હીંદુ તથા મુસલમાનોને એક સરખા હકો આપ્યા અને અનેક દુષ્ટ રિવાજો દૂર કરી તેમજ પ્રજાના સુખને માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી જગતમાં સારી ખ્યાતિ મેળવી.

સાથેજ સાથે તેણે પોતાના દરબારમાં વિદ્નવાનોનો જાણે ભંડાર ભર્યો હોય એમ જ હતું. બીરબલ, બુલફઝલ, બુલફૈઝી, તાનસેન, ગંગકવિ, ગન્નાથ પંડિત વગેરેને “નવરત્નો ” એવું ઉપનામ આપવામાં આવ્યું હતું. કબરે ન્યાય, કૃષિકારવિદ્યા, ગણિતશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના અનેક પુસ્તકો લખાવી એ શાસ્ત્રોને નવજીવન બક્ષી ભારતવર્ષ ઉપર મહા ઉપકાર કરવા સાથે પોતાની એક રાજ્યકર્તા તરીકેની ખ્યાતિમાં સહસ્ત્ર ગણો વધારો કર્યો, અને