આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
ફરિયાદ! ફરિયાદ!ફરિયાદ!


આપણે આ કવિતાથીજ શરૂઆત કરીએ.” તે તાઝીમ બજાવી લાવી બોલ્યો “ વાહ, વાહ, ઘણીજ ઉત્તમ વાત કહી, જેની એકજ દૃષ્ટિથી સેંકડો ચકચકિત્ તલવારો ચાલવા માંડે છે અને (જલજા એટલે પાણીમાંથી પેદા થયેલી) લક્ષ્મી જડ થઈ જાય (અર્થાત્ તેની કૃપાથી લક્ષ્મી તેને ત્યાં વાસ કરે છે) એવી જેની સેના છે (એટલે ચતુર દરબારીયો છે.) તેની પાસે વેણની તે શી વાત કરવી ? અર્થાત્ તેને ત્યાં કવિઓ ઉત્તમ કાવ્ય રચે એમાં આશ્ચર્ય શેનો?!”

આ નવીન આગંતુકે (બીરબલે) ફયઝી શાઇરના વખાણ કર્યા એ જગન્નાથ પંડિતથી ન ખમાયું, તેણે કહ્યું “પણ એ કવિતામાં રસ ક્યાં છે?”

બાદશાહે જોયું કે કવિતાના કયા શબ્દોમાં રસ છે એ જગન્નાથ જાણવા માગે છે, તેથી તેણે જે શબ્દોમાં રસ હોય તે બતાવવા ફયઝીને હુકમ કર્યો. ફયઝી કાવ્ય અને ન્યાયમાં ઘણોજ કાબિલ હતો, છતાં પંડિતજી આગળ ટકવું એ તેને માટે મુશ્કેલ હતું. પણ આ પ્રસંગે બાદશાહના કહેવાથી તેણે જવાબ આપવોજ જોઈએ, બીજી તરફ પંડિતજી તેને હેરાન કરશે એ ખ્યાલ આવતાં તેના મોઢા ઉપર કાંઈક ચિંતા ફેલાઈ બીરબલે ફયઝીની મુંઝવણ જાણી લઈ તે કાંઈ ઉત્તર આપે તે પહેલાં તેની મદદે આવી ઉભા થઈ હાથ જોડી બાદશાહને કહ્યું “હઝૂર ! જો આપની આજ્ઞા હોય તો હું એમાંનો રસ બતાવી આપું.”

બાદશાહે હા પાડી એટલે તે બોલ્યો “જહાંપનાહ ! એ કવિતામાં તો પદેપદે રસ રહેલો છે. લોઢા જેવા પદાર્થો