આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
ફરિયાદ! ફરિયાદ!ફરિયાદ!


યોમાંથી કોઈ એ ચોથું ચરણ બનાવે તો એ વધુ આનંદની વાત કહેવાય. તું પણ કવિતાની રસિક છે માટે બોલ, તું એ ચોથું ચરણ બનાવી શકીશ?”

રાણીએ સ્હેજ વિચાર કરી કહ્યું “હું વિચાર કરી જોઈશ. પણ હા, હું તો ભૂલી જ ગઈ, ઘણીવાર થઈ મેં આપણા બાળકુમારને જોયો નથી માટે લગાર જોઈ આવું. ચાલે આપ પણ ત્યાં પધારો.”

બાદશાહ અને રાણી બન્ને જણ બાજુમાં રાજકુમારનો ઓરડો હતો ત્યાં ગયા. બાળકુમાર અત્યારે પોતાના સોનાના પલંગ પર સૂતો હતો, તેની ખાસ દાયા તેનાથી થોડે અંતરે બેઠી હતી.

રાણીએ પાસે આવીને જોયું તો રાજકુમાર સૂઈ રહ્યો હતો અને ઉંઘમાં જ તે હસતો પણ હતો. માતા- પિતા તેની તરફ ઉભરાતી છાતીએ જોવા લાગ્યા. થોડીવારમાં જ તેણે પાસું ફેરવ્યું અને તે વખતે તે રડતો જણાયો. રાણીએ તુરતજ તેને પાસામાં લીધો એટલે તે પાછો હસ્તો થયો. બાદશાહ ત્યાં થોડી વાર ઉભો રહ્યો એટલામાં તો રાણીએ તે ઉંઘતા રાજકુમારને પાંચસાત વખત પાસામાં લીધો. પછી રાણીએ કહ્યું “મારા સરતાજ ! હવે આપે કહેલી કવિતાનું ચોથું ચરણ આપને જણાય છે કે નહીં ?

બાદશાહ કાંઈ સમજી ન શક્યો તેથી બોલ્યો “તું શું કહેવા માગે છે?

રાણી બોલી “ જુઓ, તે ચોથું ચરણ બાળક માતા સક્ત” એ છે. હવે તે આખી કવિતા મળે છે કે