આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
ફરિયાદ! ફરિયાદ! ફરિયાદ!

ખડે મમ રક્ષક મહા શક્ત” ચાકીદારો કાંઈક સમજ્યા ખરા, પણ વધારે સ્પષ્ટ બોલવાની મતલબથી બોલ્યા "યોં કેહ સુખે સૂવે સદા, બાદશાહ બડબખ્ત.” અર્થાત્ અમારા મહારાજા તો અમારી ઉપર વિશ્વાસ રાખી સુખે સૂતા હશે. મહારાજા ખુશી થયા અને બીજે દિવસે તેમને દર- બારમાં બોલાવી સરપાવ આપ્યો. માટે એ અર્થમાં પણ કાંઈ રાજનીતિનો દોષ નથી આવતો.”

એ અર્થ સાંભળીને બાદશાહે આનંદ પામીને કહ્યું શાબાશ ! બીરબલ, શાબાશ ! ધન્ય છે તને” રાજા સાહેબ! તમને પણ ધન્ય છે !! તમે તો ગૂઢ અર્થમાંજ બોલ્યા, એટલે આ બીરબલ જેવા ચતુર પુરૂષ વિના બીજાથી એનો અર્થ સમજાવી શકાય એમ નથી. હવે કોઈ બીજો એવો ચતુર પુરૂષ છે જે આ કવિતા પૂર્ણ કરી શકે?”

આ સાંભળી એક બે જણે જુદા જુદા જવાબ આપ્યા, પણ બાદશાહના ધ્યાનમાં તે ન ઉતર્યા. એવામાં રાજા ટોડરમલ દરબારમાં આવી પહોંચ્યો. એ દિવાન પણ મહા વિદ્વાન હતો, છતાં તે પોતાને સોંપાયેલા કાર્યમાં એટલો બધો તલ્લીન રહેતો હતો કે આવા દરબારોમાં તે ઘણો થોડોજ વખત હાજર થઈ શકતો હતો. આજે પણ તે દરબારમાં મોડો આવ્યો, બાદશાહે તેને આવકાર આપી ત્યાં ચાલતો બધો પ્રસંગ તેને સમજાવી તે સમશ્યા કહી સંભળાવી અને તે કવિતા પૂર્ણ કરવા કહ્યું. એટલે ટોડ- રમલે કહ્યું “મારી એટલી બધી યોગ્યતા નથી કે એ કવિતા પૂર્ણ કરી શકું.”

પણ બાદશાહ એથી અજ્ઞાન હતોજ કયાં કે તેને 3