વાર્તા ૪.
તોરમાં મોર.
એક વખત બાદશાહ અને બીરબલ બન્ને જણ સાથે હવા ખાવા જતા હતા. બાદશાહે તૂવેરના ખેતરમાં મોરને પેસતો જોઈ કહ્યું, “ક્યોં બીરબલ ! તોરમેં મોર ઘુસત હે?” બીરબલે કહ્યું “જીહાં, તોર ફટત હે તબ મોર ઘુસત હૈ.” આ સાંભળી બાદશાહ ચુપ થઈ ગયો.
વાર્તા ૫.
બે માસનો એક માસ
એક દિવસે બાદશાહે કહ્યું “બીરબલ ! આજથી અમે બે મહીનાનો એક મહીનો મુકરર કર્યો છે.” બીરબલે કહ્યું “જહાંપનાહ ! ત્યારે તો ઘણી જ મજાહ પડશે, કેમકે એક માસ સુધી ચાંદરણું રહેશે ? ! ” બાદશાહ આ જવાબથી ઘણોજ લજ્જિત થયો.
વાર્તા ૬.
બહાદુર છતાં બ્હીકણ.
એક દિવસ બાદશાહે બીરબલને કહ્યું “ બીરબલ ! નગરમાંથી કોઈ એવા માણસને લઈ આવો જે બહાદુર હોવા સાથે બ્હીકણ પણ હોય.” બીરબલે તરતજ શહેરમાં જઈ એક સ્ત્રીને લઈ આવી બાદશાહ આગળ હાજર કરી કહ્યું “જહાંપનાહ ! આ સ્ત્રી બહાદુર હોવા સાથે ડરપોક પણ છે.” બાદશાહે પૂછ્યું “એ કેવી રીતે ?” ત્યારે બીરબલે કહ્યું “અડધી રાત્રે, મૂસળધાર વરસાદ અને